10 બોલમાં જ ઈંગ્લેન્ડની ટીમને હંફાવનાર Akash Deep આ કારણે ત્રણ વર્ષ ક્રિકેટથી રહ્યો દૂર…
Team India’s Fast Baller Akash Deepએ રાંચીમાં રમાઈ રહેલી IND Vs ENG ટેસ્ટ મેચના પહેલાં જ દિવસે 10 બોલની અંદર જ ઈંગ્લેન્ડના બેટ્સમેનોને હંફાવી દીધા હતા. પહેલાં સેશનમાં Akash Deepએ ડેબ્યુ મેચમાં જ પોતાની તાબડતોડ બોલિંગથી ઈંગ્લેન્ડનો પાયો હચમચાવી દઈને 10 બોલમાં ત્રણ વિકેટ લીધી હતી. પરંતુ Akash Deep માટે અહીં સુધી પહોંચવાની સફર એટલી સહેલી નહોતી. ચાલો એના સંઘર્ષભરી આ સફર પર એક નજર કરીએ… 2015માં છ જ મહિનાની અંદક તેણે તેના પિતા અને ભાઈને ગુમાવી દીધા હતા. તેના પિતાનું મૃત્યુ સ્ટ્રોકને કારણે થયું હતું અને પિતાના નિધનના બે મહિના બાદ જ મોટા ભાઈનું પણ મૃત્યુ થયું. ઘરની આર્થિક સ્થિતિ એટલી ખાસ નહોતી અને એમાં ઘરની અને માતાની જવાબદારી Akash Deepના ખભે આવી ગઈ. આ જ કારણસર તેણે ક્રિકેટથી પણ ત્રણ મહિના દૂર રહેવું પડ્યું હતું. પરંતુ આ જ એ સમયગાળો હતો કે જ્યારે આકાશ દીપને ખ્યાલ આવ્યો કે ક્રિકેટ રમવાનું તેનું સપનું કેટલું મોટું હતું અને તે એ સપનાને આમ જ છોડી શકે એમ નથી. ત્યાર બાદ તે દુર્ગાપૂર પાછો આવ્યો અને પછી કોલકચા આવી ગયો. કોલકતામાં તેણે એક નાનો રૂમ ભાડા પર લીધો અને પોતાના કાકાઈ ભાઈ સાથે રહેવા લાગ્યો. 27 વર્ષીય આકાશ દીપ મૂળ સાસારામ (બિહાર)થી છે.
રાજકોટ ટેસ્ટમાં રમનારી ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં રાંચીમાં માત્ર એક જ ફેરફાર જોવા મળ્યો હતો અને આ મેચમાં જસપ્રીમ બુમરાહની જગ્યાએ આકાશ દીપને ચાન્સ મળ્યો અને તેણે ડેબ્યુ કર્યું. આ રીતે તે ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટ રમનાર 313 નંબરનો ખિલાડી બની ગયો છે. આકાશ દીપને ટેસ્ટ કેપ હેડ કોચ રાહુલ દ્રાવિડે પહેરાવી હતી. આકાશ દીપ હાંગઝોઉ એશિયન એમ્સ અને સાઉથ આફ્રિકા ટૂર પર વનડે સિરીઝમાં ભારતીય ટીમના સદસ્ય રહી ચૂક્યા છે. પરંતુ અહીં સુધી પહોંચવાની તેની સફર ખૂબ જ પડકારો, અવરોધો અને કાંટાળા માર્ગ પરથી પસાર કરનારી રહી છે…