નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

લોકસભાની ચૂંટણીમાં `ભ્રષ્ટાચાર વિરુદ્ધ વિકાસ’ની લડત થશે: નડ્ડા

મુંબઈ: ભાજપના પ્રમુખ જે. પી. નડ્ડાએ જણાવ્યું હતું કે લોકસભાની આગામી ચૂંટણીમાં એક બાજુ, વંશવાદવાળું રાજકારણ અને ભ્રષ્ટાચાર' રહેશે અને બીજી બાજુરાષ્ટ્રનો વિકાસ’ રહેશે.
તેમણે બુધવારે પશ્ચિમ મુંબઈના પરાંમાંના ભાજપના કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત વિશ્વનું ત્રીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર ધરાવતું રાષ્ટ્ર બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. તેમણે વિપક્ષોની ટીકા કરતા જણાવ્યું હતું કે અનેક વિપક્ષ વંશવાદવાળા રાજકારણમાં માને છે અને ભ્રષ્ટ નેતાઓ ધરાવે છે. ભાજપના કાર્યકરોએ મતદારોનો સીધો સંપર્ક કરીને તેઓનો ભાજપ માટે ટેકો માગવો જોઇએ. મતદારોએ છેલ્લાં દસ વર્ષ દરમિયાન ભ્રષ્ટાચારથી મુક્ત અને દેશનો ઝડપથી વિકાસ કરતી સરકાર જોઇ છે. લોકસભાની આગામી ચૂંટણી એપ્રિલ – મે દરમિયાન યોજાવાની આશા છે. નડ્ડા મુંબઈમાંના ભાજપના સાંસદો અને વિધાનસભ્યોને મળ્યા હતા. (એજન્સી)ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button