એસીમાં શૉર્ટસર્કિટ પછી ધુમાડાને કારણે ગૂંગળામણથી કચ્છી મહિલાએ જીવ ગુમાવ્યો
મુંબઈ: ઍરકન્ડિશનરમાં શૉર્ટસર્કિટ પછી ઘરમાં ફેલાઈ ગયેલા ધુમાડાને કારણે ગૂંગળામણથી કચ્છી મહિલાએ જીવ ગુમાવ્યો હોવાની આંચકાજનક ઘટના વિલેપાર્લેમાં બની હતી.
અધિકારીના જણાવ્યા મુજબ મૃતકની ઓળખ સ્વરૂપા શાહ (43) તરીકે થઈ હતી. આ પ્રકરણે વિલેપાર્લે પોલીસે એડીઆર નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. મૂળ કચ્છના ઉનડોઠની સ્વરૂપાનો પરિવાર વર્ષો અગાઉ આંધ્ર પ્રદેશમાં સ્થાયી થયો હતો અને ત્યાંથી જ સ્વરૂપાનાં લગ્ન થયાં હતાં. છૂટાછેડા પછી સ્વરૂપા છેલ્લાં ચારેક વર્ષથી મુંબઈના વિલેપાર્લેમાં દીક્ષિત રોડ સ્થિત અમિત પરિવાર બિલ્ડિંગમાં ભાડેના ઘરમાં રહેતી હતી અને ચર્ચગેટમાં નોકરી કરતી હતી.
પોલીસ ફરિયાદ અનુસાર ઘટના મંગળવારની સવારે બની હતી. શાહની રૂમમાંથી ધુમાડો આવતો જોઈ ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી. ફાયર બ્રિગેડના જવાનો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘરનો દરવાજો તોડવામાં આવતાં શાહ બાથરૂમમાંથી બેભાન અવસ્થામાં મળી આવી હતી. કૂપર હૉસ્પિટલમાં લઈ જવાયેલી શાહને તબીબે મૃત જાહેર કરી હતી. કૂપર હૉસ્પિટલમાં જ તેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.
પ્રાથમિક તપાસ અનુસાર ઘરમાં લાગેલા એસીમાં શૉર્ટસર્કિટને કારણે મોટી માત્રામાં ધુમાડો નીકળ્યો હતો. ઘરમાં ધુમાડો ફેલાઈ જવાને કારણે ગૂંગળામણથી શાહનું મૃત્યુ થયું હોવાનું પોલીસનું કહેવું છે. ઘરમાંથી પોલીસને બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા, જેમાંથી એક મોબાઈલની તપાસમાં સ્વરૂપાની પુણેમાં રહેતી બહેન નિરૂપા છેડાનો નંબર મળ્યો હતો. સ્વરૂપાએ છેલ્લે બહેન સાથે જ ફોન પર વાત કરી હતી. ઉ