54 વર્ષની વયે પણ ગોવિંદાની આ હિરોઇન દેખાય છે યંગ
મુંબઈ: બૉલીવૂડના ચોકલેટી સ્ટાર ગોવિંદા(ચીચી) સાથે અનેક અભિનેત્રીઓએ કામ કર્યું છે, પણ તમને ખબર છે કે ગોવિંદા સાથે કામ કરી ચૂકેલી આ અભિનેત્રી 54 વર્ષની હોવા છતાં આજે પણ એકદમ યંગ અને બ્યુટીફુલ દેખાય છે.
આ અભિનેત્રી આજે પણ પોતાની અદાથી ચાહકોના દિલોમાં રાજ કરે છે. હા આ એજ અભિનેત્રી છે જેણે ગોવિંદા સાથે અનેક સુપરહીટ ફિલ્મો આપી છે. નીલમ કોઠારી નામ સાંભળીને નોસ્ટાલ્જિક ફીલ થયું છે. નીલમ ભલે 54 વર્ષની થઈ ગઈ છે, પણ તેના પર ઉંમરનો વગર કોઈ પ્રભાવ દેખાતા આજે પણ તે ખૂબ યંગ દેખાય છે.
નીલમની ફિટનેસ અને બ્યુટી પણ આજે પણ પહેલાની જેમ કાયમ છે. એલ રિપોર્ટ મુજબ નીલમ પોતાની હેલ્થ અને લાઈફ સ્ટાઇલની વિશેષ કાળજી રાખે છે. આ સાથે તેણે એક ઇન્ટરવ્યૂ દરમિયાન પોતાના ડાયટ પ્લૅનનો ખુલાસો કર્યો હતો.
નિલમે કહ્યું હતું કે તે સવારની શરૂઆતમાં ફણગાવેલા મગ જેવો હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર નાસ્તો કરે છે. આ સાથે નિયમિત પણે પાલકનો જૂસ પીવે છે, જેને લીધે તેની સ્કીન યંગ દેખાય છે.
નીલમ રોજ હેલ્ધી ડાયટની સાથે યોગા અને કસરત પણ કરે છે, જેથી તે મેન્ટલ અને ફિઝિકલ રીતે આજે પણ એકદમ ફિટ એન્ડ ફાઇન દેખાય છે. આ સાથે તે એક પીલાટે (એક પ્રકારની કસરત) કરીને પણ એકદમ યંગ અને બ્યુટીફુલ દેખાવા માટે પોતાના શરીરને મેન્ટેન કરે છે.