જાણો પીએમ મોદીના સૌથી મોટા ન્યૂઝ, ફરી આ યાદીમાં મારી બાજી
નવી દિલ્હીઃ દુનિયાના દિગ્ગજ નેતાઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત દુનિયાના લોકપ્રિય નેતાઓની યાદીમાં સ્થાન મેળવ્યું છે. 2024ની લોકસભાની ચૂંટણી પૂર્વે જારી કરવામાં આવેલા આંકડાએ ફરી એક વખત દુનિયામાં પણ મોદીની લોકપ્રિયતા અકબંધ હોવાનું જાણવા મળ્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત 77 ટકાના પોઈન્ટ સાથે વિશ્વના ટોચના નેતાઓમાં તેમની લોકપ્રિયતા મોખરે હોવાનું પુરવાર કર્યું છે. લોકપ્રિયતાના મામલે પશ્ચિમી દેશોના નેતાઓ પણ તેમની આગળ થઈ શક્યા નથી, જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક સફળ અને મજબૂત નેતા તરીકે વૈશ્વિક મંચ પર મોખરે રહ્યા છે.
મોર્નિંગ કન્સલ્ટન્ટ પોલિટિકલ ઈન્ટેલિજન્સ સર્વેમાં વિશ્વના સૌથી લોકપ્રિય નેતાઓની યાદી જારી કરવામાં આવી હતી, જેમાં વડા પ્રધાન મોદી મોખરે છે. બીજા નંબરે મેક્સિકન રાષ્ટ્રપતિ એન્ડ્રુ મેન્યુઅલ છે, જેમાં લોકપ્રિયતાની યાદીમાં તેમને 64 ટકા મળ્યા છે. આ યાદીમાં સ્વિટઝર્લેન્ડના લીડર એલેન બાર્સેટ 57 ટકા પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે.
આ ઉપરાંત, પચાસ ટકા પોઈન્ટ સાથે પોલેન્ડના ડોનાલ્ડ ટસ્ક પણ આ યાદીમાં ચોથા નંબરે છે, જ્યારે બ્રાઝિલના વડા પ્રધાન લુઈસ ઈન્સિયો લુલા દા સિલ્વા પાંચમા ક્રમે રહ્યા છે. વૈશ્વિક લીડરની લોકપ્રિયતાની યાદીમાં ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થની અલ્બાનીઝ 45 ટકા સાથે છઠ્ઠા કમે છે.
ઈટલીનાં વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની લોકપ્રિય નેતાની યાદીમાં નામ અકબંધ રહ્યું છે. મેલોનીને 44 ટકા પોઈન્ટ્સ મળ્યા છે. વિશ્વના જાણીતા-લોકપ્રિય નેતાઓની યાદીમાં સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝ આઠમા ક્રમે ત્યારબાદ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડન આ યાદીમાં નવમા ક્રમે રહ્યા છે.