સ્પોર્ટસ

ઇંગ્લૅન્ડ ‘બાઝબૉલ’ યુગમાં એકેય સિરીઝ નથી હાર્યુ, પણ પરાજિત કરવાનો ભારતને મોકો

આજથી રાંચીમાં ચોથી ટેસ્ટ, બુમરાહની ગેરહાજરીમાં મુકેશને મોકો કે આકાશને તક?

રાંચી: બાઝબૉલ અપ્રોચ એટલે આક્રમક અભિગમ અપનાવીને રમવું. ઇંગ્લૅન્ડના ખેલાડીઓએ જ્યારથી ન્યૂ ઝીલૅન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર બ્રેન્ડન મૅક્લમને પોતાનો હેડ-કોચ બનાવ્યો છે ત્યારથી તેમણે મોટા ભાગે આક્રમક મૂડમાં રમવાની નીતિ અપનાવી છે અને એ રીતે તેઓ બાઝબૉલના યુગમાં એક પણ ટેસ્ટ-સિરીઝ નથી હાર્યા. સાતમાંથી ચાર સિરીઝમાં તેઓ ટ્રોફી જીત્યા છે અને ત્રણ શ્રેણી ડ્રૉમાં પરિણમી છે. જોકે ભારતે રાજકોટમાં બેન સ્ટૉક્સની ટીમને 434 વૉટનો જે જોરદાર ઝટકો આપ્યો છે (434 રનના માર્જિનથી પરાજિત કરી છે) એ જોતાં બાઝબૉલનો આ અપરાજિત રેકૉર્ડ તૂટી જ ગયો સમજો.
ભારત સિરીઝમાં 2-1થી આગળ છે અને બાકીની બેમાંથી એક મૅચ જીતીને રોહિત શર્મા ઍન્ડ કંપની ટ્રોફી પર કબજો કરી લેશે અને ઇંગ્લિશમેનના નામે વધુ એક સિરીઝની હાર લખાઈ જશે.

આજે રાંચીમાં ચોથી ટેસ્ટ (સવારે 9.30 વાગ્યાથી) શરૂ થશે. જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે એ જોતાં મુકેશ કુમારને ચોથી ટેસ્ટ રમવાનો મોકો મળશે અથવા આકાશ દીપને પહેલી ઇન્ટરનૅશનલ રમવાની તક મળશે.

રાંચીની પિચ સ્પિનરોને વધુ માફક આવે એવી હોવાથી રવીન્દ્ર જાડેજા, રવિચન્દ્રન અશ્ર્વિન અને કુલદીપ યાદવની સ્પિન-ત્રિપુટી તરખાટ મચાવી શકશે.

ઇંગ્લૅન્ડે માર્ક વૂડના સ્થાને ઑલી રૉબિન્સનને પાછો બોલાવ્યો છે અને સ્પિનર રેહાન અહમદના સ્થાને ફરી શોએબ બશીરને ઇલેવનમાં સમાવ્યો છે.

પીઢ ફાસ્ટ બોલર હવે ચાર વિકેટ લેશે એટલે તેની 700મી વિકેટ પૂરી થશે અને 700 કે વધુ વિકેટ લેનારાઓમાં તે મુરલીધરન (800) અને શેન વૉર્ન (708) પછીનો ત્રીજો બોલર બનશે.

બેન સ્ટૉક્સ ત્રણ વિકેટ લેશે એટલે તેની 200મી વિકેટ પૂરી થશે અને ટેસ્ટ ક્રિકેટમાં 200 વિકેટ લેવા ઉપરાંત 6,000 રન પૂરા કરનારાઓમાં ગૅરી સોબર્સ તથા જૅક કૅલિસ પછીનો ત્રીજો ઑલરાઉન્ડર બનશે.

રોહિત શર્માને 4,000 રન પૂરા કરવા 23 રનની અને બેરસ્ટૉને 6,000 રન પૂરા કરવા 94 રનની જરૂર છે.

યશસ્વી જયસ્વાલ છેલ્લી બે ટેસ્ટથી ડબલ સેન્ચુરી ફટકારતો આવ્યો છે. વધુ એક ડબલ સેન્ચુરી તેને અપ્રતિમ સિદ્ધિ અપનાવશે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત