મનોરંજન

Actress Amisha Patelએ લગ્નને લઈને કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું કે મારા લગ્ન તો…

Actress Amisha Patel Married To Tom Cruise Secret Revealed in Interview: બોલીવૂડ એક્ટ્રેસ અમિષા પટેલે પોતાના લગ્નને લઈને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં અમિષાએ આને લઈને ખુલાસો કરતા જણાવ્યું હતું કે તે સિંગલ નથી અને તેના લગ્ન થઈ ગયા છે. હવે આ વાંચીને તમને પણ સવાલ થયો ને કે જો એક્ટ્રેસના લગ્ન થઈ ગયા છે તો તેનો પતિ કોણ છે અને ક્યાં છે? ચાલો તમને જણાવીએ એક્ટ્રેસના લગ્ન અને પતિ વિશે…

વાત જાણે એમ છે કે હાલમાં જ એક વેબ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યુમાં અમિષાએ તે કોઈના પ્રેમમાં છે અને તેના લગ્ન થઈ ગયા છે. પણ બોસ હકીકત કંઈ અલગ જ છે અને એક્ટ્રેસના કોઈ સાથે લગ્ન નથી થયા.

અમિષાએ આ ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે Hollywood Actor Tom Cruiseને ખૂબ જ પસંદ કરે છે અને તે તેને પ્રેમ પણ કરે છે. એટલું જ નહીં પણ તેણે આગળ એવું પણ જણાવ્યું હતું કે તે ટોમ ક્રુઝ પર જાન છીડકે છે અને તેણે મનથી જ ટોમ સાથે લગ્ન પણ કરી લીધા છે.

અમિષાના આ ખુલાસાથી બધા જ ચોંકી ઉઠયા છે અને તેના આ એકરાર પર જાત જાતની ટિપ્પણી પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે મેં તો મનમાં ને મનમાં જ એન્જેલિના જોલી સાથે લગ્ન કરી લીધા છે. જ્યારે બીજા એક યુઝરે જણાવ્યું હતું કે તો પછી બાળકો પણ મનમાં જ પેદા કરી દીધા હશે…

જોકે આ પહેલી વખત નથી કે બોલીવુડ અભિનેત્રીએ આ પ્રકારની કબૂલાત કરી હોય. આ પહેલાં દિપીકા પાદુકોણે પણ ખુલાસો કરતાં જણાવ્યું હતું કે તેણે મનમાં જ વિન ડિઝલ સાથે લગ્ન કરી લીધા છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અમીષા પટેલ છેલ્લે ફિલ્મ ગદર ટુમાં સની દેઓલ સાથે જોવા મળી હતી અને આ ફિલ્મને બોક્સ ઓફિસ પર દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button