Aishwarya Rai Bachchanના ગૃહ પ્રવેશ પર એટલે ગુસ્સે ભરાયા હતા Amitabh Bachchan… કોણે કર્યો ચોંકાવનારો ખુલાસો?
બી ટાઉનના બચ્ચન પરિવારની ગણતરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એકદમ પાવરફુલ ફેમિલીમાં કરવામાં આવે છે અને છેલ્લાં કેટલાય સમયથી બચ્ચન પરિવારમાં ચાલી રહેલા ખટરાગને કારણે સતત લાઈમ લાઈટમાં રહે છે. એવામાં Jaya Bachchanએ કરેલા ખુલાસાને કારણે ફરી એક વખત આ પરિવારના સંબંધોને ચકડોળે ચડાવી દીધા છે.
જયા બચ્ચનને દોહિત્રી નવ્યા નવેલી નંદાના પોડકાસ્ટ શો ‘વોટ ધ હેલ નવ્યા?’ની સેકન્ડ સિઝનને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને આ જ પોડકાસ્ટમાં જયા બચ્ચને ઐશ્વર્યા રાય બચ્ચનના ગૃહ પ્રવેશને લઈને એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.
જયા બચ્ચને એવું જણાવ્યું હતું કે ઐશ્વર્યા રાય બચ્ચનના ગૃહ પ્રવેશ વખતે અમિતાભ બચ્ચન એકદમ ગુસ્સે ભરાયા હતા.
જયા બચ્ચને નવ્યાના આ શોમાં આગળ એવું પણ જણાવ્યું હતું કે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનના લગ્નને ખૂબ જ પ્રાઈવેટ રાખવામાં આવ્યા હતા. નજીકના પરિવારના સભ્યો, સંબંધી અને મિત્રોને જ આમંત્રણ આપવામાં આવ્યું નથી. એમાં પણ ખાસ કરીને પેપરાઝીની એન્ટ્રી પર પણ લગ્નમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
અમિતાભ બચ્ચને ફોટોગ્રાફર અને પેપરાઝી માટે અલાયદી ગોઠવણ કરવામાં આવી હતી. જે એમને પસંદ નહોતી આવી અને મીડિયાના લોકો એનાથી નારાજ થાય હતા.
જયારે ઐશ્વર્યા રાય બચ્ચનને ગૃહ પ્રવેશ માટે લઈ આવી રહ્યા હતા અને એ કાર ખુદ અમિતાભ બચ્ચન ચલાવી રહ્યા હતા ત્યારે અચાનક જ એક ફોટોગ્રાફર ઐશ્વર્યાનો ફોટો ક્લિક કરવા માટે કારના બોનેટ પર કુદકો માર્યો હતો, જેમાં તેને ઈજા પહોંચી હતી.
આ ઘટનાથી બિગ બી ખૂબ જ ગુસ્સે ભરાયા હતા અને તેમણે ફોટોગ્રાફર પર ગુસ્સો ઠાલવ્યો હતો. દરમિયાન સિક્યોરિટીએ આવીને તમામ ફોટોગ્રાફરને દુર કરવા લાગ્યા હતા. આનાથી વાત વધારે વણસી ગઈ હતી કે ફોટોગ્રાફર બિગ બીથી નારાજ થઈ ગયા હતા અને તેમણે બિગ બી વિરુદ્ધ મોરચો કાઢ્યો હતો અને ઘર પર પથ્થરમારો પણ કર્યો હતો એવું જયા બચ્ચને વધુમાં જણાવ્યું હતું.