મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની શરૂઆત બાવીસમી માર્ચે થશે એ થોડા દિવસથી નક્કી છે, પણ શેડ્યૂલની જાહેરાત લોકસભાની આગામી ચૂંટણીની તારીખોની જાહેરાતને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવશે એવું મનાતું હતું. જોકે આઇપીએલના આયોજકોએ 21 મૅચનું આંશિક શેડ્યૂલ જાહેર કરી દીધું છે. એ મુજબ 22 માર્ચથી 7 એપ્રિલ દરમ્યાન જે 21 મૅચ રમાશે એની પ્રથમ મૅચ ચેન્નઈમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) અને રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર (આરસીબી) વચ્ચે રમાશે જેમાં ચેન્નઈનો સુકાની મહેન્દ્રસિંહ ધોની અને બૅન્ગલોરનો કૅપ્ટન ફૅફ ડુ પ્લેસી ટૉસ માટે મેદાન પર ઊતરશે.
ફાઇનલ 26મી મેએ રમાવાની ધારણા છે. એ તારીખ અને ટી-20 વર્લ્ડ કપના આરંભની તારીખ વચ્ચે ફક્ત પાંચ દિવસનું અંતર રહેશે.
લોકસભાની ચૂંટણી આગામી એપ્રિલ-મેમાં રમાવાની છે અને એની તારીખ લગભગ માર્ચ મહિનાના આરંભમાં જાહેર કરવામાં આવશે.
21 દિવસના સમયપત્રક મુજબ 7 એપ્રિલ સુધી પાટનગર દિલ્હીમાં એકેય મૅચ નહીં રમાય.
22 માર્ચની પ્રથમ મૅચ રાત્રે 8.00 વાગ્યે શરૂ થશે અને પછીની મૅચો સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. જે દિવસે ડબલ-હેડર (બે મૅચ) હશે એ દિવસે બપોરની મૅચ બપોરે 3.30 વાગ્યે શરૂ થશે.
મુંબઈ ઇન્ડિયન્સની પ્રથમ મૅચ રવિવાર, 24મી માર્ચે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ સામે રમાશે. મુંબઈના વાનખેડેમાં
પહેલી મૅચ પહેલી એપ્રિલે રાજસ્થાન રૉયલ્સ સામે રમાશે.
આ ટૂર્નામેન્ટમાં ચાર પ્લે-ઑફ સહિત કુલ 74 મૅચ રમાશે.
આઇપીએલ-2024નું આંશિક ટાઇમટેબલ
મૅચ વાર/તારીખ સ્થળ સમય
ચેન્નઈ-બૅન્ગલોર શુક્ર/22 માર્ચ રાત્રે 8.00
પંજાબ-દિલ્હી શનિ/23 માર્ચ બપોરે 3.30
કોલકાતા-હૈદરાબાદ શનિ/23 માર્ચ સાંજે 7.30
રાજસ્થાન-લખનઊ રવિ/24 માર્ચ બપોરે 3.30
મુંબઈ-ગુજરાત રવિ/24 માર્ચ સાંજે 7.30
બૅન્ગલોર-પંજાબ સોમ/25 માર્ચ સાંજે 7.30
ગુજરાત-ચેન્નઈ મંગળ/26 માર્ચ સાંજે 7.30
મુંબઈ/હૈદરાબાદ બુધ/27 માર્ચ સાંજે 7.30
રાજસ્થાન/દિલ્હી ગુરુ/28 માર્ચ સાંજે 7.30
બૅન્ગલોર/કોલકાતા શુક્ર/29 માર્ચ સાંજે 7.30
લખનઊ-પંજાબ શનિ/30 માર્ચ સાંજે 7.30
ગુજરાત-હૈદરાબાદ રવિ/31 માર્ચ બપોરે 3.30
દિલ્હી-ચેન્નઈ રવિ/31 માર્ચ સાંજે 7.30
મુંબઈ-રાજસ્થાન સોમ/1 એપ્રિલ સાંજે 7.30
બૅન્ગલોર/લખનઊ મંગળ/2 એપ્રિલ સાંજે 7.30
દિલ્હી/કોલકાતા બુધ/3 એપ્રિલ સાંજે 7.30
ગુજરાત-પંજાબ ગુરુ/4 એપ્રિલ સાંજે 7.30
હૈદરાબાદ-ચેન્નઈ શુક્ર/5 એપ્રિલ સાંજે 7.30
રાજસ્થાન-બૅન્ગલોર શનિ/6 એપ્રિલ સાંજે 7.30
મુંબઈ-દિલ્હી રવિ/7 એપ્રિલ બપોરે 3.30
ગુજરાત-લખનઊ રવિ/7 એપ્રિલ સાંજે 7.30