તમે Mobile Charge કરતી વખતે કરો છો આ ભૂલ??? આજે જ બંધ કરી દો નહીંતર…
એક સમય હતો કે જ્યારે લોકોની ત્રણ જ પ્રમુખ જરૂરિયાત હતી અને એ હતી રોટી, કપડાં ઔર મકાન… હવે સમય બદલાવવાની સાથે સાથે જ તેમાં એક વધારાની વસ્તુ ઉમેરાઈ ગઈ છે નામે મોબાઈલ ફોન. મોબાઈલ ફોન એ આજના સમયની તાતી જરૂરિયાત બની ગઈ છે અને એના વગર રહેવાનું બિલકુલ શક્ય જ નથી. મોબાઈલ ફોન જેટલું જ જરૂરી છે એનું ચાર્જર…
આપણામાંથી ઘણા લોકો ફોનને ચાર્જ કરતી વખતે નાની નાની ભૂલો કરે છે જેને કારણે તેમને માઠા પરિણામો કે નુકસાન ઉઠાવવાનો વારો આવે છે. આવી જ એક ભૂલ છે ફોન ચાર્જ કરવા માટે કોઈ બ્રાન્ડ કે કોઈના પણ ચાર્જરનો ઉપયોગ કરવો. અત્યારે મોટાભાગના લોકો પાસે સી ટાઈપ ચાર્જર હોય છે જેને કારણે યુઝર્સ કોઈ પણ બ્રાન્ડના ચાર્જરથી ફોન ચાર્જ કરે છે.
આપણામાંથી પણ ઘણા લોકો પોતાના ઓરિજનલ ચાર્જરને બદલે બીજા કોઈ પણ ચાર્જરનો ઉપયોગ કરે છે, જેને કારણે ફોન ખરાબ થઈ જાય છે. અત્યારે મોટાભાગની બ્રાન્ડ દ્વારા પોતાના ફોનની સાથે સાથે ફાસ્ટ ચાર્જર આપે છે જેથી ફોન ઝડપથી ચાર્જ થઈ જાય. દરેક ફાસ્ટ ચાર્જરની ટેક્નોલોજી અલગ અલગ હોય છે.
ઉદાહરણ આપીને સમજાવવાનું થાય તો તમારા ફોનની બેટરી 10 વોટના ચાર્જરને સપોર્ટ કરે છે અને તમે એને વધુ વોટના ચાર્જરથી ચાર્જ કરો છો તો તમારો ફોન 100 ટકા બગડવાનો જ છે. આવી પરિસ્થિતિમાં બેટરી પર વધારાનો લોડ આવે છે અને ફોનમાં વિસ્ફોટ પણ થઈ શકે છે કે પછી બગડી પણ શકે છે. પરિણામે નિષ્ણાતો હંમેશા પોતાના ફોનના ચાર્જરથી જ ફોન ચાર્જ કરવાની સલાહ આપે છે. ફોનનું ચાર્જર બગડી જાય તો તમારે દુકાન કે શોરૂમમાંથી ઓરિજિનલ ચાર્જર ખરીદવાનું રાખો.