મનોરંજન

Anant Ambani-Radhika Merchantના લગ્નમાં પધારશે આ ખાસ મહેમાનો, જોઈ લો લિસ્ટ…

દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિમાં જેમની ગણતરી થાય છે એવા Mukesh Ambani-Nita Ambaniના દીકરા અનંત અંબાણી ટૂંક સમયમાં જ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. પહેલી માર્ચથી ત્રીજી માર્ચ દરમિયાન જામનગર ખાતે ધામધૂમથી લગ્નસમારોહ યોજાશે. અંબાણીના ઘરે લગ્નપ્રસંગ હોય તો એમાં આવનારા મહેમાનો પણ તો ખાસ હોવાના ને?

મળી રહેલી માહિતી પ્રમાણે આ લગ્નમાં દેશ-વિદેશથી મહેમાનો આવશે, ટેક વર્લ્ડના અનેક જાણીતી-માનીતી હસ્તીઓ હાજરી આપશે, જેમાં માઈક્રોસોફ્ટના ફાઉન્ડર બિટ ગેટ્સ, મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ, બ્લેકરોકના સીઈઓ લેરી ફિંક, બ્લેકસ્ટોનના ચેરમેન સ્ટીફન સ્વાર્જમેન, ડિઝનીના સીઈઓ બોબ ઈગ્નર અને અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઈવાન્કા ટ્રમ્પનો સમાવેશ પણ થાય છે.

દરરોજ અનંત અને રાધિકાના લગ્નને લઈને દરરોજ કોઈને કોઈ નવી માહિતી સામે આવતી જ હોય છે. અનંત અને રાધિકાએ 2023માં સગાઈ કરી હતી અને ત્યારથી લોકો બંનેના લગ્નની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. અનંતના લગ્ન જામનગર ખાતે જ કેમ કરાશે એવો સવાલ જો તમને થઈ રહ્યો હતો તો તમારી જાણ માટે કે અનંતને જામનગર ખૂબ જ ગમે છે અને આ જ કારણે તેના લગન ત્યાંથી જ લેવાનો નિર્ણય અંબાણી પરિવાર દ્વારા લેવામાં આવ્યો છે.

હાલમાં જ જામનગર ખાતે લગન લખવાની સેરેમની કરવામાં આવી હતી અને આ સેરેમનીમાં પણ અંબાણી પરિવારની માનુનીએ પોતાના ગ્રેસફૂલ લૂકથી મહેફિલ લૂંટી લીધી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button