Malaika Aroraએ Mystery Man સાથે માણી ઓટો રાઈડની મજા, નેટિઝન્સે પૂછ્યો આવો સવાલ…
Malaika Arora Travel In Auto Rikshaw: Bollywood Actress Malaika Arora હંમેશા લાઈમલાઈટમાં રહે છે અને તે કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. બોલીવૂડની આ ગોર્જિયસ ડીવા Malaika Arora પોતાના બોલ્ડ અને એક્સપેન્સિવ ફેશન સેન્સને કારણે તો ક્યારેક પોતાની પર્સનલ રિલેશનશિપને કારણે ટોક ઓફ ધ ટાઉન બની જાય છે.
રોયલ લાઈફ જીવતી મલાઈકા અરોરા પાસે લક્ઝરી કારનું ખૂબ જ મોટું કલેક્શન છે, પરંતુ હાલમાં જ એક્ટ્રેસ પોતાની મોંઘીદાટ ગાડીઓ છોડીને ઓટો રિક્ષામાં ટ્રાવેલ કરતી જોવા મળી હતી. મલાઈકાને ઓટોમાં જોઈને ફેન્સ એકદમ ચોંકી ઉઠ્યા હતા, એટલું જ નહીં પણ એક્ટ્રેસ સાથે કોઈ મિસ્ટ્રી મેન પણ જોવા મળ્યો હતો.
મલાઈકા અરોરા મંગળવારની રાતે મુંબઈના રસ્તા પર ઓટો રિક્ષાની રાઈડ માણતી જોવા મળી હતી એ પણ કોઈ મિસ્ટ્રી મેનની સાથે એ વાત કંઈ ફેન્સને ખાસ હજમ થઈ હોય એવું લાગતું નથી. આ સમયે મલાઈકાએ બ્લ્યુ ટોપ અને રિપ્ડ જિન્સ પહેર્યું હતું. ગ્લોઈંગ મેકઅપ સાથે એક્ટ્રેસ હંમેશા જેટલી જ ગ્લોઈંગ લાગી હતી. મલાઈકના ચહેરા પરના સ્માઈલને જોતા તે આ ઓટો રાઈડને ખૂબ જ એન્જોય કરી રહી હોય એવું લાગી રહ્યું છે.
પરંતુ એક્ટ્રેસ જેવા પેપ્ઝને એના ફોટો ક્લિક કરતાં જુએ છે એટલે તરત જ તે મોઢું છુપાવવા લાગે છે. જોકે, તેમ છતાં એક્ટ્રેસના ફોટો કેમેરામાં કેદ થઈ જ ગયા હતા. મલાઈકાની સાથે કોઈ મિસ્ટ્રી મેન પણ જોવા મળ્યો હતો, જોકે એ કોણ છે એની કોઈ જ માહિતી મળી શકી નહોતી. પરંતુ ફેન્સે તેને જોઈને એવો સવાલ પૂછ્યો હતો કે મલાઈકા અર્જુન ક્યાં છે?
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો મલાઈકા હાલમાં ડાન્સ રિયાલિટી ટીવી શો ઝલક દિખ લા જામાં જજ તરીકે જોવા મળી રહી છે.