આપણું ગુજરાતટોપ ન્યૂઝ

વડા પ્રધાન મોદીએ વાળીનાથ મહાદેવની પૂજા કરી, રૂ.13 હજાર કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી


મહેસાણા: વડા પ્રધાન પ્રધાન મોદી આજે એક દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. આ દરમિયાન વડા પ્રધાને મહેસાણા જીલ્લાના તરભ વાળીનાથ ધામમાં ભગવાન શિવની પૂજા અર્ચના કરી હતી. તરભ વાળીનાથ ધામ મંદિર ગુજરાતનું બીજું સૌથી મોટું શિવ મંદિર છે. જેમાં 500 કિલોથી પણ વધુ વજનના શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. મહેસાણાથી જ વડા પ્રધાન મોદીએ 13 હજાર કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી હતી.
વાળીનાથ ધામના જયરામગીરી બાપુએ વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ વડા પ્રધાને વાળીનાથ મહાદેવનું ષોડસોપચારે પૂજન કરીને અભિષેક કર્યો હતો. વેદોક્ત મંત્રોચ્ચાર સાથે મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા વડા પ્રધાન મોદીના હસ્તે સંપન્ન કરવામાં આવી હતી.
આજે સવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં GCMMFની સુવર્ણ જયંતીના કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જ્યાં તેમણે ખેડૂતો અને પશુપાલકોને સંબોધ્યા હતા. અમદવાદથી તેઓ હેલીકોપ્ટર મારફતે મહેસાણા પહોંચ્યા હતા. અહીંના હેલિપેડ ગ્રાઉન્ડ પર ઉતર્યા બાદ તેમણે તરભ વાળીનાથ ધામ સુધી રોડશો કર્યો હતો. ત્યાર બાદ તેમણે વાળીનાથ શિવધામમાં પૂજા અર્ચના કરી હતી.

પૂજા અર્ચના બાદ સભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આજે વાળીનાથે વટ પાળ્યો છે. વાળીનાથની રોનક આજે કંઈક અલગ જ જણાઈ રહી છે. દુનિયામાં ગમે તેટલા સન્માન-સ્વાગત થાય પરંતુ જ્યારે ઘરે સ્વાગત થાયને તો આનંદ અનેરો હોય છે. આજે મારા ગામના લોકોને જોઈને આનંદ થયો છે. એક મહિના પહેલા અયોધ્યામાં પ્રભુ રામના ચરણોમાં હતો. અબુધાબીમાં હિન્દુ મંદિરનું લોકાર્પણ કરવાનો અવસર મળ્યો છે. આજે વાળીનાથ મંદિરમાં પૂજા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયુ છે. રબારી સમાજ માટે પૂજ્ય ગુરૂગાદી છે.

આ દરમિયાન વડા પ્રધાને 13 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગુજરાત ફાઈબર ગ્રીડ નેટવર્કનું વડા પ્રધાનના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ પ્રોજેક્ટ અંતર્ગત, 22 જિલ્લાઓમાં ફેલાયેલા 35,264 કિલોમીટર ફાઇબર નેટવર્ક સાથે 8030 ગ્રામ પંચાયતોને આવરી લેવામાં આવી છે, જેમને 100 MBPS સુધી હાઈસ્પીડ ઈન્ટરનેટની સુવિધા પ્રદાન કરવામાં આવી રહી છે. નેટવર્કમાં ખૂબ ઓછા અપગ્રેડેશન કરીને ઇન્ટરનેટની ગતિ ગ્રામપંચાયત દીઠ 1 GBPS સુધી વધારી શકાય છે.


જનસભાને સંબોધતા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે વડાપ્રધાને વિકસિત ગુજરાતની ગેરન્ટી આપી છે. વિકાસોત્સવ ઉત્તર ગુજરાતને ઉત્તમ ગુજરાત બનાવશે. ઉત્તર ગુજરાતને 13 હજાર કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત