મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

બી-ટાઉનની આ ટોપની એક્ટ્રેસ સાથે કામ ન કરવાની શપથ લેવડાવી હતી Twinkleએ Akshay Kumarને…

બાદશાહ, મેલા, જાન, ઈતિહાસ, અને બરસાત જેવી ફિલ્મો કરી ચૂકેલી એક્ટ્રેસ ટ્વીન્કલ ખન્ના એક્ટિંગની દુનિયાને અલવિદા કહ્યા બાદ હવે રાઈટિંગમાં પોતાનું નસીબ અજમાવી રહી છે. ટ્વીન્કલ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે, પરંતુ ઘણી વખત તે તેના નિવેદનોને કારણે લાઈમલાઈટમાં આવી જતી હોય છે. પોતાની પર્સનલ લાઈફને કારણે ટોક ઓફ ધ ટાઉન બનનારી ટ્વીન્કલ ખન્નાએ હાલમાં જ એક ફિલ્મનો કિસ્સો સંભળાવ્યો હતો અને આ કિસ્સો ખરેખર ખૂબ જ મજેદાર હતો. વાત જાણે એમ છે કે ટ્વીન્કલે પતિ અક્ષય કુમારને બોલીવૂડની ટોપની એક્ટ્રેસ સાથે કામ ન કરવાની કસમ ખવડાવી હતી, એટલું જ નહીં પણ તેણે એને ફિલ્મથી આઉટ પણ કરી દીધી હતી. આવો જોઈએ કોણ હતી એક્ટ્રેસ અને કેમ ટ્વીન્કલે આવું કર્યું… ઘટના છે 1996માં આવેલી બોબી દેઓલની ડેબ્યુ ફિલ્મ બરસાતની… હવે તમને થશે કે બરસાતમાં તો ક્યાં અક્ષય કુમાર હતો અને એનો શું સંબંધ તો તમારી જાણ માટે કે બોબી દેઓલ પહેલાં આ ફિલ્મ અક્ષય કુમારને ઓફર કરવામાં આવી હતી.

અક્ષયે ફિલ્મ પણ સાઈન કરી દીધી અને ફિલ્મનું શૂટિંગ શરૂ થવાનું હતું એની પહેલાં જ કોન્ટ્રોવર્સી શરૂ થઈ ગઈ. એમાં થયું એવું કે પ્રિયંકા ચોપ્રાના સેક્રેટરી પ્રકાશ જાજૂએ તેના ફોન કોલ્સ કર્યા, મેસેજ કર્યા. આને કારણે એ વાતની પુષ્ટિ થઈ ગઈ કે બંને એકબીજા સાથે ઈન્વોલ્વ હતા. આ દરમિયાન ટ્વીન્કલ ખન્ના વચ્ચે પડી અને તેણે અક્ષય ફિલ્મ છોડવા માટે મજબૂર તો કર્યો જ પણ એની સાથે સાથે પ્રિયંકા ચોપ્રા સાથે ક્યારેય કામ કરવાની કસમ પણ ખવડાવી.

ફિલ્મ બરસાત 29મી સપ્ટેમ્બર, 1995માં રિલીઝ થઈ અને આ ફિલ્મમાં પ્રિયંકા ચોપ્રા, ટ્વીન્કલ ખન્ના અને બોબી દેઓલ લીડ રોલમાં જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે અક્ષય કુમાર અને પીસીની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી ફિલ્મ અંદાઝ, ઐતરાઝ, મુઝસે દોસ્તી કરોગે અને વક્ત જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. એક સમય એવો પણ આવ્યો હતો કે બંનેના અફેયરની અફવા ઉડવા લાગી હતી અને એનું કારણ પીસીના સેક્રેટરી પ્રકાશ જાજૂ હતા. તેમણે કેટલાક એવા ચોંકાવનારા ખુલાસા કર્યા હતા કે એ સમયે ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો હતો. તેમણે કહ્યું હતું કે અક્કી સાથેના અફેયરને કારણે પીસી હરમન બાવેજાને ચીટ કરી રહી હતી, જોકે પીસીએ આ તમામ વાતોને રદીયો આપ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button