રાહુલ ગાંધીએ તેમના અને તેમની પુત્રવધુ વિશે આઘાતજનક નિવેદનો કર્યાના દિવસો બાદ હવે અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર એક રહસ્યમય પોસ્ટ શેર કરી છે. રાહુલ ગાંધીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં પીએમ મોદી,અદાણી, અંબાણી, અમિતાભ બચ્ચન, એશ્વર્યા રાય બચ્ચન વગેરે જેવા મહાનુભાવોની હાજરીનો ઉલ્લેખ કર્યો હતો અને ઓબીસી (પછાત વર્ગ)ના લોકોની ગેરહાજરી પર સવાલ ઉઠાવ્યા હતા. જોકે, એશ્વર્યા આ કાર્યક્રમમાં હાજર રહી નહોતી.
અમિતાભ બચ્ચનને તાજેતરમાં પોસ્ટ કર્યું હતું કે તેઓ દરેક વસ્તુને બાજુ પર મૂકીને તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરીને સાંજ વિતાવી રહ્યા હતા. તેમની આ પોસ્ટ પર હજી સુધી પ્રતિક્રિયા આવી નથી. તેમણે એક બ્લોગ પોસ્ટ પણ શેર કરી હતી જેમાં જણાવ્યું હતું કે તેઓ લાંબા અંતર પછી કામ માટે મુસાફરી કરી રહ્યા હતા. “લાંબા સમય પછી કામની મુસાફરી.. લાંબા સમય પછી બેઝ પરથી ગેરહાજરી.. લાંબા સમય પછી રવિવારે GOJમાં ન આવી શકવાથી.. અધૂરું લાગે છે.. પરંતુ.. જીવન આગળ વધે છે..”
T 4929 – time for work out .. mobility of the body .. flexibility of the mind .. all else can wait ..
— Amitabh Bachchan (@SrBachchan) February 21, 2024
નોંધનીય છે કે રાહુલ ગાંધી હાલમાં ભારત જોડો ન્યાય યાત્રા પર છે અને દેશભરમાં રેલી યોજી રહ્યા છે. એવા સમયે એક સભાને સંબોધતા તેમણે કહ્યું હતું કે “શું તમે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા જોઈ? શું તમે કોઈ OBC અથવા ST/SC ચહેરાઓ જોયા? તેમાં અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા બચ્ચન (ઐશ્વર્યા રાય), અને PM નરેન્દ્ર મોદી હાજર રહ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ઉદ્યોગપતિ અદાણી, અંબાણી, અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય હાજર હતા પરંતુ ત્યાં કોઈ આદિવાસી ચહેરો નહોતો, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ નહોતા. મીડિયા પર ટિપ્પણી કરતા રાહુલ ગાંધીએ અન્ય એક પ્રસંગે કહ્યું હતું કે, ‘ મીડિયામાં ઐશ્વર્યા રાયને ડાન્સ કરતી બતાવવામાં આવી છે .’
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે , “ટેલિવિઝન ચેનલો માત્ર ઐશ્વર્યા રાયને ડાન્સ કરતી બતાવે છે. તેઓ ગરીબ લોકો વિશે કંઈ બતાવતા નથી. તેઓ નરેન્દ્ર મોદી, અમિતાભ બચ્ચનને 24 કલાક બતાવે છે,” એમ રાહુલ ગાંધીએ કહ્યું હતું.
રાહુલ ગાંધીને તેમના ભાષણોમાં ઐશ્વર્યાનો સમાવેશ કરવા બદલ રાજકારણીની ટીકા કરનારા સોશિયલ મીડિયા વપરાશકર્તાઓના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો.