ટોપ ન્યૂઝનેશનલ

ખેડૂતોના આંદોલન વચ્ચે મોદી સરકારનો મોટો નિર્ણય, શેરડીનો ખરીદ ભાવ વધારીને 340 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કર્યો

નવી દિલ્હીઃ સરકારે બુધવારે 2024-25 સીઝન માટે શેરડીની ફેર એન્ડ રેમ્યુનરેટિવ પ્રાઇસ (FRP) 25 રૂપિયા વધારીને 340 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવાની મંજૂરી આપી છે. શેરડીની નવી સિઝન ઓક્ટોબરથી શરૂ થાય છે. ફેર એન્ડ રેમ્યુનરેટિવ પ્રાઇસ (FRP) એ લઘુત્તમ કિંમત છે જે મિલોએ શેરડીના ઉત્પાદકોને ચૂકવવી પડે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA)ની બેઠકમાં શેરડીની FRP વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 25 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો આ વધારો મોદી સરકાર દ્વારા કરવામાં આવેલો સૌથી વધુ વધારો છે. આ પગલું સામાન્ય ચૂંટણી પહેલા ઉઠાવવામાં આવ્યું છે. શેરડીની ખેતી મુખ્યત્વે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાં થાય છે.


માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન અનુરાગ ઠાકુરે પત્રકારોને જણાવ્યું હતું કે, શેરડીના ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને, આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ ખાંડની સિઝન 2024-25 (ઓક્ટોબર-સપ્ટેમ્બર) માટે શેરડીના વાજબી અને વળતરયુક્ત ભાવ (FRP) નક્કી કર્યા છે, જે મુજબ શેરડીના ઉત્પાદકોને રૂ. 340 પ્રતિ ક્વિન્ટલના દરે ચૂકવણી કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button