આપણું ગુજરાત

સુરતની મોડલ તાનિયાસિંહના આપઘાત કેસમાં આઇપીએલ ક્રિકેટરને પોલીસનું તેડું

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સુરત શહેરના વેસુમાં રહેતી મોડલ તાનિયાએ આપઘાત કરી લીધો હતો. મોડલના આપઘાત કેસમાં પોલીસે પાંચ જેટલા લોકોના નિવેદન લીધા હતા. મોડલ સાથે મિત્રતા ધરાવતા આઈપીએલ ક્રિકેટર અભિષેક શર્માને પણ વેસુ પોલીસે પૂછપરછ માટે બોલાવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસના જણાવ્યા મુજબ મુળ રાજસ્થાનની વતની અને વેસુ ખાતે હેપ્પી એલિગન્સ નામની બિલ્ડિંગમાં રહેતી મોડલ તાનિયા(ઉ.વ.૨૯)એ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. તાનિયા છેલ્લા દોઢથી બે વર્ષથી ફેશન ડીઝાઇનિંગ અને મોડેલિંગનો અભ્યાસ કરતી હતી. મોડલે આપઘાત કરતા પોલીસ પણ દોડતી થઇ હતી. પોલીસે પ્રાથમિક ફરિયાદ દાખલ કરીને તપાસ આદરી હતી. આ કેસમાં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે રમતા ઓલરાઉન્ડર આઈપીએલ ખેલાડી અભિષેક શર્માનું પણ નામ તપાસમાં બહાર આવ્યું છે. જેના કારણે પોલીસે પ્રાથમિક પૂછપરછ માટે તેને બોલાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. તાનિયાની કોલ ડિટેઇલમાં અનેક રહસ્યો છુપાયેલા હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે. પોલીસ હાલ પ્રેમ પ્રકરણમાં આપઘાત થયો હોવાનું લાગતા તે એંગલથી તપાસ કરી રહી છે.
જોકે વેસુ પોલીસ ઇન્સપેક્ટર બી યુ બારડે જણાવ્યું હતું કે, ક્રિકેટર સાથે છેલ્લા ઘણા સમયથી કોઈ સંપર્ક હોય તેવુ કોલ ડિટેઈલમાં જણાયું નથી. તેમ છતાં તેની સાથે મિત્રતા હોવાથી તેને પૂછપરછ માટે બોલાવાશે. આ સિવાય પરિવારના અને છેલ્લો કોલ જે મિત્રને કર્યો હતો તેની પૂછપરછ કરાઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, અભિષેક શર્મા સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે જોડાયેલો ખેલાડી છે. તે ઓલરાઉન્ડર ખેલાડી છે. આઇપીએલમાં ૪૭ મેચમાં ૧૩૭.૩૮ ના સ્ટ્રાઇક રેટથી ૮૯૩ રન બનાવી ચુક્યો છે. તેનો સર્વોચ્ચ સ્કોર ૭૫ રન છે. આઇપીએલમાં અત્યાર સુધીમાં તે ચાર અડધી સદી પણ ફટકારી ચૂક્યો છે અને નવ વિકેટ પણ ઝડપી ચૂક્યો છે.ઉ

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત