નેશનલ

ભારતને રશિયાના યુદ્ધથી મોટો લાભ

અબજો ડૉલરના તેલ ઉત્પાદનોની નિકાસ કરી

નવી દિલ્હી: એક યુરોપિયન થિંક-ટેન્કે જણાવ્યું હતું કે જી-૭ના નેતૃત્વ હેઠળના ગઠબંધન દેશોમાં ભારતની તેલ ઉત્પાદનોની નિકાસનો એક તૃતીયાંશ ભાગ રશિયન ક્રૂડમાંથી મેળવવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે ભાગીદાર દેશોએ રશિયન ક્રૂડ ખરીદવાનું ટાળ્યું અને ભાવ મર્યાદા લાગુ કરી હતી પરંતુ રિફાઇન્ડ પ્રોડક્ટ પર ઢીલી નીતિએ ત્રીજા દેશોને રશિયન કૂડ ઓઇલ ઉપયોગ કરવાની અને કાયદેસર રીતે તેના ઉત્પાદનોની નિકાસ કરવાની મંજૂરી
મળી હતી.
જ્યારે રશિયન કૂડ ઓઇલ ખરીદવા-ઉપયોગ કરવા અને તેમાંથી પ્રાપ્ત ડીઝલ જેવા ઇંધણોના નિકાસ પર કોઇ પ્રતિબંધ નથી. જી-૭ દેશો , યુરોપિયન યુનિયન અને ઑસ્ટ્રેલિયાએ સૌપ્રથમ પાંચ ડિસેમ્બર, ૨૦૨૨થી શરૂ કરીને પ્રતિ બેરલ કિંમત ૬૦ અમેરિકન ડૉલર નક્કી કરી હતી અને બાદમાં રશિયાની આવકને સિમિત કરતા બજારમાં પુરવઠો યથાવત્ રાખવા માટે ડીઝલ જેવા ઉત્પાદનો પર કેપ લગાવી હતી.
તેનો ઉદેશ્ય ફેબ્રુઆરી ૨૦૨૨માં યુક્રેન પર આક્રમણ કરનાર રશિયાને દંડિત કરવાનો હતો. ફિનલેન્ડ સ્થિત સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લિન એરએ પોતાના રિપોર્ટમાં કહ્યું હતુ કે “ઓઇલ પ્રાઇસ કેપ અમલમાં (ડિસેમ્બર ૨૦૨૨માં) આવ્યા ત્યારથી ૧૩ મહિનામાં દેશોમાં ભારતના તેલ ઉત્પાદનોની નિકાસનો એક તૃતીયાંશ ભાગ રશિયન ક્રૂડ (૬.૧૬ બિલિયન યુરો અથવા ૬.૬૫ બિલિયન અમેરિકન ડોલર)માંથી મેળવવામાં આવ્યો હતો. ગુજરાતમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની રિફાઇનરી તરફ ઇશારો કરતા રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે આ નિકાસનો મોટો હિસ્સો જામનગર રિફાઇનરીમાંથી આવ્યો હતો. એકલા જામનગરની રિફાઇનરીમાંથી રશિયન ક્રૂડમાંથી બનાવવામાં આવેલા ૫.૨ બિલિયન યુરોના ઓઇલ પ્રોડક્ટ્સની નિકાસ કરવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button