નેશનલ

બનાસકાંઠામાં ગાજવીજ સાથે વરસાદ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં ઉત્તર ગુજરાત સહિતના કેટલાક જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો હતો. બનાસકાંઠા જિલ્લાના વહેલી સવારથી ઠેક ઠેકાણે વરસાદી ઝાપટાં શરૂ થયાં હતાં, જિલ્લાના ધાનેરા અને થરાદ વિસ્તારમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. રાજ્યના ફરી એકવાર કાતિલ અને કડકડતી ઠંડીને લઈને આગાહી કરવામાં આવી હતી. બુધવારે બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા અને થરાદ તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. વહેલી સવારથી જ થરાદમાં ભારે પવન અને ગાજવીજ વરસાદ વરસ્યો હતો. ધાનેરાના બાપલા, વાંછોલ, કુંડી વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. પાક લેવાની તૈયારી સમયના વરસાદથી કાપણી કરાયેલો રાયડો પલળતા નુકસાન પહોંચ્યું હતું, જિલ્લામાં એરંડા, બટાકા, જીરું સહિતના પાકને નુકસાન પહોંચ્યું છે. બનાસકાંઠા જિલ્લા ઉપરાંત દાહોદ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. દાહોદ શહેર અને ગ્રામ્યના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વાદળછાયા વાતાવરણ લઈને ખેડૂતોમાં ચિંતા પેઠી હતી.
મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યું હતું, વાદળછાયા વાતાવરણને લઈને ખેડૂતોમાં ચિંતા છે. અહીં પણ જો કમોસમી વરસાદ થાય તો નુકસાનની શક્યતા વધુ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ઠંડીનું જોર વધશે. ગુજરાતના દરિયાકાંઠે ઉત્તર પૂર્વના પવન ફૂંકાશે. આ સાથે પવનની ગતિ પ્રતિ કલાકે ૩૦થી ૪૦ કિલોમીટરની ઝડપની રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્રણ દિવસ ગુજરાતમાં કાતિલ ઠંડી રહેશે. અનેક શહેરોમાં ઠંડીનો પારો ગગડશે. આગામી સમયમાં અમદાવાદ અને ગાંધીનગરમાં ઠંડીનો અનુભવ થશે. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…