ઇન્ટરનેશનલટોપ ન્યૂઝનેશનલ

European Think ટેંકનો સૌથી મોટો દાવો, ભારતે રશિયન ક્રૂડ ખરીદીને…

નવી દિલ્હીઃ ભારતે જી-સેવન દેશને જે પેટ્રોલિયમ પ્રોડક્ટસનું વેચાણ કર્યું હતું, તેમાંથી એક તૃતિયાંશ હિસ્સો રશિયાથી આયાત કરવામાં આવેલા ક્રૂડ ઓઈલનો હતો, જે ભારતે સસ્તા ભાવે ખરીદ્યો હતો. ફેબ્રુઆરી 2022માં યુંક્રેન પર રશિયાએ હુમલો કર્યા છી અમેરિકાની આગેવાનીમાં પશ્ચિમ દેશોએ રશિયા પર ક્રૂડ ઓઈલની આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો. આમ છતાં ભારતે રશિયા પાસેથી સસ્તા ભાવે ક્રૂડ ઓઈલની આયાત કરી અને રિફાઈનિંગ કર્યા પછી પેટ્રોલિયમ પ્રોડક્ટસને એ જ દેશમાં વેચવામાં આવી હતી, એમ યુરોપિયન થિન્ક ટેન્કે સૌથી મોટો દાવો કર્યો હતો.

જી-7ના નેતૃત્વ હેઠળના ગઠબંધન દેશોનો ભારતની તેલ ઉત્પાદનોની નિકાસનો એક તૃતિયાંશ ભાગ રશિયન ક્રૂડમાંથી મેળવવામાં આવ્યો હતો, એમ એક યુરોપિયન થિંક ટેંકે (European Think)એ તેના રિપોર્ટમાં દાવો કર્યો હતો. કેવી રીતે ભાગીદાર દેશોએ રશિયન ક્રૂડ ખરીદવાનું ટાળ્યું હતું અને ભાવમર્યાદા લાગુ કરી હતી, પરંતુ રિફાઇન્ડ પ્રોડક્ટ પર નબળી નીતિએ ત્રીજા દેશોને રશિયન કૂડ ઓઇલ ઉપયોગ કરવાની અને કાયદેસર રીતે તેના ઉત્પાદનોની નિકાસ કરવાની મંજૂરી મળી હતી.


જ્યારે રશિયન કૂડ ઓઇલ ખરીદવા-ઉપયોગ કરવા અને તેમાંથી પ્રાપ્ત ડીઝલ જેવા ઇંધણોના નિકાસ પર કોઇ પ્રતિબંધ નથી. જી-7 દેશો, યુરોપિયન યુનિયન અને ઑસ્ટ્રેલિયાએ સૌપ્રથમ 5 ડિસેમ્બર, 2022થી શરૂ કરીને પ્રતિ બેરલ કિંમત 60 અમેરિકન ડોલર નક્કી કરી હતી અને બાદમાં રશિયાની આવકને સિમિત કરતા બજારમાં પુરવઠો યથાવત રાખવા માટે ડીઝલ જેવા ઉત્પાદનો પર મર્યાદા (કેપ) લગાવી હતી.


તેનો ઉદેશ્ય ફેબ્રુઆરી 2022માં યુક્રેન પર આક્રમણ કરનાર રશિયાને દંડિત કરવાનો હતો. ફિનલેન્ડ સ્થિત સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લિન એરએ પોતાના રિપોર્ટમાં કહ્યું હતુ કે ઓઇલ પ્રાઇસ કેપ અમલમાં (ડિસેમ્બર 2022માં) આવ્યા ત્યારથી 13 મહિનામાં દેશોમાં ભારતના તેલ ઉત્પાદનોની નિકાસનો એક તૃતિયાંશ ભાગ રશિયન ક્રૂડ (6.16 બિલિયન યુરો અથવા 6.65 અબજ અમેરિકન ડોલર)માંથી મેળવવામાં આવ્યો હતો.


ગુજરાતમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની રિફાઇનરી તરફ ઇશારો કરતા રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતુ કે આ નિકાસનો મોટો હિસ્સો જામનગર રિફાઇનરીમાંથી આવ્યો હતો. એકલા જામનગરની રિફાઇનરીમાંથી રશિયન ક્રૂડમાંથી બનાવવામાં આવેલા 5.2 બિલિયન યુરોના ઓઇલ પ્રોડક્ટ્સની નિકાસ કરવામાં આવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button