મનોરંજન

Priyanka Chopraની દીકરીએ શૂટ કર્યા એવા વીડિયો કે…

બોલીવૂડથી હોલીવૂડ સુધી પોતાના નામનો ડંકો વગાડનારી પ્રિયંકા ચોપ્રા ભારતમાં તો ચર્ચામાં જ રહે જ છે પણ એની સાથે સાથે વિદેશમાં પણ એટલી જ ચર્ચામાં રહે છે. વિદેશમાં રહેવા છતાં પણ ભારતીય ફેન્સને પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સરપ્રાઈઝ કરતી જોવા મળે છે. હવે ફરી એક વખત પીસીએ ફેન્સને એક ફોટો પોસ્ટ કરીને ફેન્સને સરપ્રાઈઝ કરી દીધા છે.
ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરાએ સોશિયલ મીડિયા પર દીકરી માલતી મેરીના વીડિયો શેર કર્યા છે જેમાં માલતી પીસીના ફોનના ફ્રન્ટ કેમેરા સાથે રમતી દેખાઈ રહી છે અને પોતાને રેકોર્ડ કરતી જોવા મળી રહી છે. પીસી અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની દીકરીના ફોટો પોસ્ટ કરતી હોય છે.

ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 90.6 મિલિયન ફોલોઅર્સ ધરાવતી એક્ટ્રેસે પોતાની દીકરીના વીડિયો શેર કર્યા છે. સ્ટોરીઝમાં મેરી કોમ એક્ટ્રેસે શોર્ટ વીડિયો શેર કર્યા છે, જેમાં માલતી પોતાની જાતને વીડિયો રેકોર્ડ કરતી જોવા મળે છે. વીડિયોમાં માલતીનું માથું અને ચહેરાની હલકી હલકી ઝલક જોવા મળી રહી છે.

આ પહેલાં ચોથી ફેબ્રુઆરીના નિકે એક સેલ્ફી શેર કરી હતી જે માલતીએ ખુદ ક્લિક કરી હતી. ફોટોમાં નિકે બ્લેક રંગની હૂડી પહેરી છે અને ફોટોમાં માલતીની આંખો જ દેખાઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પતિ નિક જોનાસ સાથેના રોમેન્ટિક ફોટોને કારણે ચર્ચામાં રહેતી હોય છે. ક્યારેક ક્યારેક માલતીની સાથેના એના ફોટો વાઈરલ થતા હોય છે. હાલમાં પીસી સિટાડેલ નામની વેબસિરીઝમાં જોવા મળી હતી અને ટૂંક સમયમાં જ તે ફિલ્મ જી લે ઝરામાં જોવા મળી શકે છે. આ ફિલ્મમાં પીસી સાથે કેટરિના કૈફ અને આલિયા ભટ્ટ પણ જોવા મળશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button