લાડકી

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ઓળખાણ પડી?
૧૯૪૨થી ૧૯૪૬ દરમિયાન ગાંધીજી સાથે સ્વાતંત્ર્ય લડતમાં સહભાગી થયેલા અને ભારતીય જહાજ ઉદ્યોગના પ્રથમ અગ્રણી મહિલાનું બિરુદ મેળવનારાં સન્નારીની ઓળખાણ પડી?
અ) સરોજિની નાયડુ બ) ઈલા ગાંધી ક) રમા ખાંડવાલા ડ) સુમતિ મોરારજી

ભાષા વૈભવ…
મરાઠી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો
A B
फडका કાંસકી
फडतूस પ્રપંચ, કાવતરું
फणी પથ્થર
फतर તુચ્છ, નજીવું
फंद લૂગડાનો કકડો

ગુજરાત મોરી મોરી રે
અટપટી રીતે સમજાવતા સંબંધને ઓળખી કાઢો. કોઈ પુરુષના સસરાના એકમાત્ર દીકરાની એકમાત્ર સગી બહેનની દીકરીના સગા મામા એ પુરુષને સંબંધમાં શું થાય એ દિમાગ દોડાવી જણાવો જોઉં.
અ) મામા બ) બનેવી ક) સાળો ડ) માસા

જાણવા જેવું
‘શર્કરા’ શબ્દનો ઉલ્લેખ મનુસ્મૃતિમાં છે. ખાંડ માટે સંસ્કૃત શબ્દ ‘શર્કરા’ છે જે આરબો દ્વારા ‘શક્કર’ બન્યો. તેમાંથી જૂના લેટિનમાં ‘સુકારમ’ અને અંગ્રેજીમાં ‘શુગર’ બન્યો. શેરડી તેનું મુખ્ય પ્રાપ્તિસ્થાન છે. શેરડીનું વાવેતર ભારતમાંથી ઈ. પૂ. ૧૮૦૦-૧૭૦૦ દરમિયાન ચીનમાં પ્રસર્યું. વહાણખેડુઓ દ્વારા આ છોડ ચીનમાંથી ફિલિપાઇન્સ, જાવા અને છેક હવાઈ ટાપુઓ સુધી વિસ્તર્યો.

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં ધૂળ સંતાઈને બેઠી છે એ શોધી કાઢો જોઉં.
તમારી વાત સાંભળી મને આશ્ર્ચર્ય થયું અને ઘણું અચરજ પણ થયું.

નોંધી રાખો
અજવાળા પછી અંધારું અને ફરી અજવાળું એ કુદરતનો ક્રમ છે. અંધારામાં હોઈએ ત્યારે ગભરાઈ જવાને બદલે સમગ્ર ધ્યાન અજવાળા પર કેન્દ્રિત કરવાથી આશા – હિંમતનો સંચાર થાય છે.

માઈન્ડ ગેમ
એક સમયે ભારતીય બોલિંગમાં ચાર સ્પિનરનો દબદબો હતો. એમાં ક્યા સ્પિનરે આંતરરાષ્ટ્રીય અમ્પાયર તરીકે પણ ખ્યાતિ મેળવી એ જણાવો.
અ) પ્રસન્ના બ) વેંકટરાઘવન
ક) ચંદ્રશેખર ડ) બેદી

ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
A B
मरु પર્વત
मरुत હવા
मर्कट વાનર
मवाळ નરમ
महाग મોંઘું

ગુજરાત મોરી મોરી રે
ફોઈ

ઓળખાણ પડી?
પોયણી

માઈન્ડ ગેમ
ઈફ્તિખાર અલી પટૌડી

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
તર

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) સુભાષ મોમાયા (૩) નીતા દેસાઈ (૪) ધીરેન્દ્ર ઉદ્દેશી (૫) શ્રદ્ધા આશર (૬) ભારતી બુચ (૭) ખુશરૂ કાપડિયા (૮) જ્યોતિ ખાંડવાલા (૯) વિભા મહેશ્ર્વરી (૧૦) પુષ્પા પટેલ (૧૧) લજિતા ખોના (૧૨) ડૉ. પ્રકાશ કટકિયા (૧૩) ભારતી પ્રકાશ કટકિયા (૧૪) પ્રવીણ વોરા (૧૫) હર્ષા મહેતા (૧૬) નિખિલ બંગાળી (૧૭) અમીશી બંગાળી (૧૮) મુલરાજ કપૂર (૧૯) મીનળ કાપડિયા (૨૦) ભાવના કર્વે (૨૧) રજનીકાંત પટવા (૨૨) સુનીતા પટવા (૨૩) મહેશ દોશી (૨૪) શીરીન ઔરંગાબાદવાલા (૨૫) તાહેર ઔરંગાબાદવાલા (૨૬) અબદુલ્લા એફ. મુનીમ (૨૭) પુષ્પા ખોના (૨૮) અરવિંદ કામદાર (૨૯) મહેશ સંઘવી (૨૯) દેવેન્દ્ર સંપટ (૩૦) જ્યોત્સના ગાંધી (૩૧) ઈનાક્ષી દલાલ (૩૨) હિના દલાલ (૩૩) રમેશ દલાલ (૩૪) મનીષા શેઠ (૩૫) ફાલ્ગુની શેઠ (૩૬) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૩૭) અંજુ ટોલિયા (૩૮) કલ્પના આશર (૩૯) નિતીન બજરિયા (૪૦) દિલીપ પરીખ (૪૧) સુરેખા દેસાઈ (૪૨) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૪૩) ગિરીશ બાબુભાઈ શ્રોફ (૪૪) નયના ગિરીશ મિસ્ત્રી (૪૫) પ્રતીમા પમાની (૪૬) હરીશ મનુભાઈ ભટ્ટ (૪૭) વિણા સંપટ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…