સ્પોર્ટસ

આખલાની ગ્રાઉન્ડ પર એન્ટ્રી થતાં જ ભાગંભાગ…

નવી દિલ્હી: જરા વિચારો કે મેચ ચાલી રહી હોય અને ચાલુ મેચમાં અચાનક જ ગ્રાઉન્ડ પર આખલાની એન્ટ્રી થઈ જાય તો?
હાલમાં જ સોશિયલ મીડિયા પર એક ફની વીડિયો તૂફાન વાઈરલ થઈ રહ્યો છે જેમાં ચાલુ મેચ દરમિયાન એક આખલો મેદાનમાં એન્ટ્રી લે છે અને એના પછી જે થાય છે એ ખરેખર ખૂબ જ ચોંકાવનારું છે. માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ પર એક વીડિયો ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે અને જેમાં જોવા મળી રહ્યું છે કે કોઈ ગામમાં ક્રિકેટ મેચ રમાઈ રહી છે અને અચાનક જ એક આખલો વિકેટ તરફ આવો દેખાય છે. સૌથી પહેલા આખલો વિકેટકીપરની દિશામાં આગળ વધે છે અને આ જોઈને વિકેટકીપર ત્યાંથી ભાગવા લાગે છે.
આ જોઈને આખલાને સ્ટ્રાઈકર એન્ડ પર હાજર બેટ્સમેન બેટ બતાવીને ભગાડવાનો પ્રયાસ કરે છે, પરંતુ ગભરાવવાને બદલે આખલો વધારે ગુસ્સે થાય છે અને તે આ બેટ્સમેનનો પીછો કરવા લાગે છે. બેટ્સમેન કોઈક રીતે ત્યાંથી ભાગી જાય છે. પરંતુ ઝડપથી દોડતી વખતે આખલો અચાનક અમ્પાયર અને બોલર તરફ વળે છે. આ જોઈને બોલર અને અમ્પાયર બંને ભાગવા લાગે છે અને આ રીતે આખલાની અનવોન્ટેડ એન્ટ્રીને કારણે મેચ અધ વચ્ચે રોકવી પડે છે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button