મનોરંજન

‘ભૂલભુલૈયા-3’માં નજર આવશે આ મિસ્ટ્રી ગર્લ, કાર્તિકે અભિનેત્રીનો ચહેરો છુપાવી પૂછ્યો સવાલ

કાર્તિક આર્યન હાલમાં ‘ભૂલભુલૈયા-3’ને લઇને ઘણો ચર્ચામાં છે. આ ફિલ્મમાં ફિમેલ લીડ માટે ઘણા નામોની ચર્ચા છે, પણ હવે એવું જાણવા મળ્યું છે કે આ ફિલ્મ માટે અભિનેત્રીની પસંદગી થઇ ગઇ છે. કાર્તિક આર્યને આજે અભિનેત્રીની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. જોકે, તેણે રહસ્યભર્યા અંદાજમાં લીડ એક્ટ્રેસને ફોટો શેર કર્યો છે. કાર્તિક આર્યને અભિનેત્રીનો ચહેરો છુપાવીને તસવીર પોસ્ટ કરી છે અને ફેંસને આ અભિનેત્રીને ઓળખવા કહ્યું છે.

અભિનેતાની આ ટ્રીકથી દર્શકો મુંઝવણમાં મુકાઇ ગયા છે. કેટલાક દર્શકોએ એને તૃપ્તિ ડિમરીની તસવીર હોવાનું જણાવ્યું છે. ત્યાર બાદ એવી ચર્ચા ચાલી રહી છે કે તૃપ્તિ આ ફિલ્મમાં મપખ્ય ભૂમિકા નિભાવતી જોવા મળશે.

‘ભૂલભુલૈયા-3’ વર્ષ 2007માં આવેલી અક્ષય કુમારની ‘ભૂલભુલૈયા’ની ત્રીજી કડી છે. એનો બીજો ભાગ એટલે કે ‘ભૂલભુલૈયા-2’ વર્ષ 2022માં આવી હતી, જેમાં અક્ષય કુમારની જગ્યાએ કાર્તિક આર્યન લીડ રોલમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ બ્લૉકબસ્ટર સાબિત થઇ હતી. હવે દર્શકોના મનોરંજન માટે ‘ભૂલભુલૈયા-3’ આવશએ. બીજા ભાગમાં વિદ્યા બાલન પણ નજર નહોતી આવી, પણ ‘ભૂલભુલૈયા-3’માં એની પણ એન્ટ્રી થઇ ગઇ છે.

આ ફિલ્મમાં ફિમેલ લીડ માટે કિયારા આડવાણી સહિત અનેક અભિનેત્રીઓના નામ ચર્ચામાં છે. કાર્તિક આર્યને પોતાના ઇનિસ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે, જેમાં રાઉન્ડ ટેબલ પર તાળા-ચાવી છે. મીણબત્તી અને લાલ ટેન સળગી રહી છે. ‘ભૂલભુલૈયા-3’નું કાર્ડ છે અને સાથે જ એક તસવીર છે, જેમાં હિરોઇનનો અડધો ચહેરો જોવા મળી રહ્યો છે. સાથેજ કાર્તિકે લખ્યું છે કે, ‘ આ ‘ભૂલભુલૈયાને હલ કરો’


અભિનેતાની આ પોસ્ટ પર યુઝર્સે કમેન્ટ્સનો વરસાદ કરી દીધો છે. મોટા ભાગના યુઝર્સ કહી રહ્યા છે કે આ તૃપ્તિ ડિમરી છે. એક યુઝરે લખ્યુ છે કે, ‘ભાઇ યાર તૃપ્તિ ડિમરીને કેમ લીધી?; તો વળી બીજા યુઝરે લખ્યુ છે કે, ‘આ વખતે મંજુલિકાને તૃપ્તિ ડિમરી મળશે.’ અન્ય એક યુઝરે લખ્યું છે કે, ‘અમને ખબર પડી ગઇ છે કે આ તૃપ્તિ ડિમરી છે.’ જોકે, કાર્તિકે અન્ય એક પોસ્ટ શેર કરીને કહ્યું છે કે બધા ખોટા જવાબ છે. ફરીથી અનુમાન કરો.


‘ભૂલભુલૈયા-3’ આ વર્ષે દિવાળી પર રિલીઝ થશે. ‘ભૂલભુલૈયા-3’માં તૃપ્તિ ડિમરી હોવાની ખબરથી કેટલાક લોકો ખુશીથી ઝુમી ઉઠ્યા છે.


તાજેતરમાં તૃપ્તિ ડિમરી રણબીર કપુર સાથે એનિમલ ફિલ્મમાં જોવા મળી હતી. એણે ઘણા બોલ્ડ સીન આપ્યા હતા. એને હવે નેશનલ ક્રશ કહેવામાં આવે છે. એનિમલ ફિલ્મ બાદ તૃત્પિની લોકપ્રિયતામાં અને ફેન ફોલોઇંગમાં ઘણો વધારો થયો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…