મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

એવું તે શું થયું કે Ambaniની નાની વહુ Radhika Merchant જૂના કપડામાં જ પહોંચી ફ્રેન્ડના લગ્નમાં??

અંબાણીઝની વાત હોય ત્યારે તો પૂછવું જ શું? તેમના આઉટફિટ, જ્વેલરી, ડે ટુ ડેની લાઈફમાં આ જ કારણસર તો તેઓ સેન્ટર ઓફ અટ્રેકશન, ટોક ઓફ ધ ટાઉન બનતા હોય છે… એવામાં અંબાણી પરિવારની થનારી નાની વહુ Radhika Merchant પોતાની જ ફ્રેન્ડના લગ્નમાં જૂના કપડાં પહેરીને પહોંચે તે જરા વિચિત્ર લાગે અને આખરે તેણે એવું કેમ કર્યું હશે એવો સવાલ પણ થાય એ સ્વાભાવિક છે. ચાલો જોઈએ કે આખરે આવું કેમ થયું અને એનું કારણ શું હતું… વાત જાણે એમ છે કે હાલમાં પોતાના લગ્ન લખવાનું સેરેમનીમાં સુંદર આઉટફિટ પહેરીને લાઈમ લાઈટ લુંટનારી રાધિકાને એવી તે શું જરૂર આવી પડી કે તેણે જૂના આઉટફિટમાં જ બહેનપણીના લગ્નમાં હાજરી આપવાનું નક્કી કર્યું હતું.

સોશિયલ મીડિયા પર રાધિકાનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં કે બ્લેક કલરના ટોપ અને મલ્ટીકલરના લહેંગામાં ડાન્સ પર્ફોર્મ કરતી જોવા મળી રહી છે. આ ડિઝાઈનર આઉટફિટ અબુ જાની અને સંદીપ ખોસલાના કલેક્શનમાંથી જ એક છે.


આ સેમ આઉટફિટ રાધિકાએ બી ટાઉનની દેસીગર્લ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્નમાં પહેર્યો હતો. હવે એક વખત પહેરેલો આઉટફિટ જ ફરી વખતે પહેરીને અંબાણીની વહુ કોઈ ઇવેન્ટમાં પહોંચે એટલે સ્વાભાવિક છે કે લોકો ગોસીપ કરે.. પણ રાધિકાએ આવું કેમ કર્યું એનું કારણ તો તે જ કહી શકશે, ભાઈસાબ…

બહેનપણીના લગ્નમાં રાધિકાએ પોતાના લૂકને એકદમ ગ્રેસફૂલ રાખ્યો હતો. ખુલા વાળ અને મિનિમલ જવેલરી લૂકમાં પણ ઢીંગલી જેવી લાગી રહી હતી આપણી રાધિકા વહુ.. આ સિવાય આ વેડિંગ સેરેમનીના બીજા ફંકશનના બીજા કેટલા ફોટો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે અને બ્રાઈડ મેડ બનેલી રાધિકા ક્રિમ કલરની સાડી અને મેચિંગ જ્વેલરીમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી.

રાધિકા ખુદ અબજોની માલિક છે અને તેના ફેશનસેન્સની વાત કરીએ તો તે ખૂબ જ અદ્ભુત છે. સુંદરતાના મામલે પણ રાધિકા બોલીવુડની હસીનાઓને પાછળ મૂકી દે એવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button