ટોપ ન્યૂઝનેશનલ

Rajya Sabha Election: 12 રાજ્યોમાંથી 41 ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર; જાણો કયા પક્ષમાંથી કોણ જીત્યું

નવી દિલ્હી: રાજ્યસભાની 56 બેઠકોમાંથી ગુજરાતની 4 બેઠકો સહીત 41 બેઠકો પર ઉમેદવારોને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. બિનહરીફ ચૂંટાયેલા ઉમેદવારોમાં સૌથી વધુ 20 ભાજપના છે, જ્યારે કોંગ્રેસના 6, તૃણમૂલ કોંગ્રેસના 4, YSR કોંગ્રેસના 3, RJD અને BJDના 2-2 અને NCP, શિવસેના, BRS અને JDUના 1-1 ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે.

ગુજરાતથી ભાજપ પક્ષ પ્રમુખ જે.પી.નડ્ડા ઉપરાંત જસવંતસિંહ પરમાર, મયંક નાયક અને ગોવિંદભાઈ ધોળકિયા વિજયી જાહેર થયા હતા. મહારાષ્ટ્રમાંથી ભાજપના મેધા કુલકર્ણી અને અજીત ખોપચડે, શિવસેનાના મિલિંદ દેવરા, એનસીપીના પ્રફુલ પટેલ અને કોંગ્રેસના ચંદ્રકાંત હાંડોડે બિનહરીફ ચૂંટાયા હતા.


રાજસ્થાનમાંથી કોંગ્રેસના સોનિયા ગાંધી ઉપરાંત ભાજપમાંથી ચુન્નીલાલ ગરાસિયા અને મદન રાઠોડ બિનહરીફ ચૂંટાયા હતા. ઉત્તરાખંડમાંથી ભાજપના ઉમેદવારો મહેન્દ્ર ભટ્ટ, હરિયાણામાંથી સુભાષ બરાલા, છત્તીસગઢમાંથી દેવેન્દ્ર પ્રતાપ સિંહ બિનહરીફ ચૂંટાયા હતા.


પશ્ચિમ બંગાળમાંથી તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવારો સુષ્મિતા દેબ, સાગરિકા ઘોષ, મમતા ઠાકુર અને મોહમ્મદ નદીમુલ હક અને બીજેપીના સમિક ભટ્ટાચાર્યને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. મધ્યપ્રદેશના ભાજપના ઉમેદવાર કેન્દ્રીય પ્રધાન ડો.એલ. મુરુગન, વાલ્મિકી ધામ આશ્રમના વડા ઉમેશ નાથ મહારાજ, કિસાન મોરચાના ઉપાધ્યક્ષ બંશીલાલ ગુર્જર, મધ્ય પ્રદેશ ભાજપ મહિલા એકમના પ્રમુખ માયા નરોલિયા અને કોંગ્રેસના અશોક સિંહ બિનહરીફ ચૂંટાયા હતા. ઓડિશાથી કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવ અને બીજેડીના દેવાશિષ સામન્ત્રે અને સુભાશીષ ખુટિયાને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આંધ્રપ્રદેશની ત્રણેય બેઠકો YSR કોંગ્રેસના જી બાબુ રાવ, વાયવી સુબ્બા રેડ્ડી અને એમ રઘુનાથ રેડ્ડીએ જીતી હતી.


તેલંગાણામાં કોંગ્રેસના રેણુકા ચૌધરી અને અનિલ યાદવને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. સાથે જ BRSના વી રવિચંદ્રને પણ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. જાહેર થયેલા પરિણામોમાં BRS, JDU અને TDPને નુકસાન થયું છે, જ્યારે YSR કોંગ્રેસને ફાયદો થયો છે. BRSના ત્રણ સાંસદો નિવૃત્ત થયા હતા, તાજેતરના પરિણામોમાં પાર્ટીને એક બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો. એ જ રીતે જેડીયુએ બે બેઠકો ગુમાવીને એક બેઠક મળી છે અને TDPએ એક બેઠક ગુમાવી જેના બદલામાં એને કોઈ બેઠક મળી શકી નથી. બીજી તરફ, YSRના એક સભ્ય નિવૃત્ત થવાની સામે બે બેઠકો મળી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ