ટોપ ન્યૂઝનેશનલ

અતીક અહેમદ હત્યા કેસના આરોપી સાથે જોડાયેલા છે એરલાઇન કર્મચારીની હત્યાના તાર

નોઇડામાં એરલાઇન કર્મચારીસૂરજ માનની હત્યાના કેસમાં રિમાન્ડ પર લેવામાં આવેલા બંને શૂટર્સે રવિવારે પોલીસ સમક્ષ અનેક સનસનાટીભર્યા ખુલાસા કર્યા હતા. શૂટર્સે કહ્યું કે ગેંગસ્ટર પ્રવેશ માનના ભાઈ અને એરલાઈન કર્મચારી સૂરજ માનની હત્યા ગેંગસ્ટર રોહિત મોઈની સૂચના પર કરવામાં આવી હતી, જેના પર અતિક એેહમદ અને અશરફ હત્યા કેસના આરોપીઓને ઝિગાના પિસ્તોલ આપવાનો આરોપ છે. રોહિત હાલમાં દિલ્હીની મંડોલી જેલમાં બંધ છે અને તે ગેંગસ્ટર કપિલ માનનો જમણો હાથ છે.

પોલીસના જણાવ્યા અનુસાર સૂરજ હત્યા કેસમાં સામેલ શૂટર કુલદીપ અને અબ્દુલ કાદિરે પૂછપરછ દરમિયાન જણાવ્યું છે કે હત્યાના દિવસે ત્રીજો શૂટર પણ તેમની સાથે હતો. ધરપકડ કરાયેલા બંને ગુનેગારો તેના આદેશ પર કામ કરતા હતા. ત્રીજા શૂટરને ગેંગસ્ટર રોહિતે મોકલ્યો હતો. બંનેમાંથી કોઈને પણ આ વિશે કોઈ જાણકારી નહોતી. આવી સ્થિતિમાં પોલીસે રોહિતનું નામ પણ પોતાના કેસમાં ઉમેર્યું છે અને ગેંગસ્ટર કપિલને પણ તાબામાં લેવાની તૈયારી કરવામાં આવી રહી છે. સૂરજ માનની હત્યાના આરોપી બે શૂટરોએ આપેલી માહિતી પરથી નોઈડા પોલીસને હત્યામાં વપરાયેલી પિસ્તોલ મળી આવી છે.


આરોપી શૂટર્સ નોઈડા પોલીસના 48 કલાકના રિમાન્ડ પર છે. બંને શૂટરે પૂછપરછ દરમિયાન જણાવ્યું હતુંકે ઘટના પહેલા ત્રીજા શૂટરે દિલ્હી જેલમાં બંધ રોહિત મોઈ સાથે સોશિયલ મીડિયા એપ પર વાત કરી હતી અને તેને સૂરજ માનનો ફોટો મોકલ્યો હતો. ત્યાંથી આદેશ મળતાં જ આ હત્યાને અંજામ આપ્યો હતો. પ્રથમ ગોળી ત્રીજા શૂટર દ્વારા ચલાવવામાં આવી હતી જે હજુ ફરાર છે.

ઘટના સમયે અબ્દુલ કાદિર બાઇક સ્ટાર્ટ કરીને ઉભો હતો અને અન્ય બે બદમાશો ફાયરિંગ કરી રહ્યા હતા. ભાગતી વખતે, બદમાશોએ ઓથોરિટીના ટ્યુબવેલ બિલ્ડિંગની પાછળ 9 એમએમની પિસ્તોલ ફેંકી દીધી હતી. કુલદીપ અને અબ્દુલ અગાઉ ગેંગસ્ટર કપિલ માન સાથે દિલ્હીની જેલમાં બંધ હતા. બંને કપિલ માનથી પરિચિત હતા. કુલદીપ અને અબ્દુલ પાસે ત્રીજા શૂટર વિશે પણ વધુ માહિતી નથી.


રવિવારે પોલીસની ટીમે પોલીસ કસ્ટડી રિમાન્ડ પર રહેલા બે શૂટર્સ અબ્દુલ કાદિર અને કુલદીપને સ્થળ પર લઈ ગયા હતા. ત્યાં પોલીસે સમગ્ર દ્રશ્ય ફરીથી બનાવ્યું. બદમાશો સાથેની વાતચીત અને સ્થળ પર આપવામાં આવેલી માહિતીના આધારે આ દ્રશ્ય રિક્રિએટ કરવામાં આવ્યું હતું.


ગયા મહિને હાજીપુર ગામના સેક્ટર-104 માર્કેટ પાસે સૂરજ માનની બદમાશોએ ગોળી મારીને હત્યા કરી હતી. નોઈડા ઝોનના ડીસીપી વિદ્યાસાગર મિશ્રાના જણાવ્યા અનુસાર, પોલીસ ટીમ ક્રૂ મેમ્બરની હત્યાના કેસમાં બંને આરોપી શૂટર્સની પૂછપરછ કરી રહી છે અને તેમાં ઘણી મહત્વપૂર્ણ માહિતી મળી છે. આ ઘટનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button