મનોરંજન

…તો આ કારણે Deepika Padukoneએ BAFTAમાં પહેરી હતી સાડી

બોલીવૂડ એક્ટ્રેસ દિપીકા પદુકોણ Deepika Padukone તાજેતરમાં જ લાઈમલાઈટમાં આવી હતી. તેની ફિલ્મ ફાઈટર સફળ રહી અને ત્યાર બાદ 77th British Academy Film Awards (BAFTA)માં તે પ્રેઝન્ટર તરીકે સૌના ધ્યાનમાં આવી હતી. અહીં સૌની નજર દિપીકા પર ટકી હતી તેનું કારણ તેની સુંદરતા હતી. દિપીકા ઓફ વ્હાઈટ અને ગોલ્ડન શેડ સાથેની સાડીમાં એટલી સુંદર લાગતી હતી કે તેનાં પરથી નજર હટાવવી અઘરી હતી.

સામાન્ય રીતે આવા ફંકશનમાં અભિનેત્રીઓ ગાઉન કે પછી વેસ્ટર્ન આઉટફીટ પસંદ કરતી હોય છે, પણ એકદમ ભારતીય લાગતી દિપીકાએ જાણે મહેફીલ લૂંટી લીધી હતી. જોકે હવે નેટીઝન્સ આ સાડી પહેરવાના કારણને ઢંઢોળી રહ્યા છે. દરમિયાન એક જાણીતા મેગેઝિને પણ તાર જોડ્યા હોય તેમ લાગી રહ્યું છે. તમને બેચેની થાય છે કે શા માટે દિપીકાએ સાડી પહેરી હતી? … તો ચિંતા ન કરતા સારા સમાચાર જ છે. એમ માનવામાં આવે છે કે દિપીકા પ્રેગનન્ટ Deepika pregnant છે અને બેબી બમ્પ baby bump સંતાડવા તેણે એવોર્ડ ફંકશનમાં સાડી પહેરી હતી.

એક મેગેઝિને આપેલા અહેવાલ અનુસાર દિપીકા અને અભિનેતા પતિ રણવીર પોતાના પહેલા સંતાનની રાહ જોઈ રહ્યા છે. બન્ને થોડા સમયમાં આની જાણ ફેન્સને કરે તેવી સંભાવના છે. અગાઉ દિપીકાએ એક શૉમાં કહ્યું હતું કે અમને બન્નેને બાળકો બહુ પસંદ છે અને અમે ઈચ્છીએ છીએ કે અમારો પરિવાર પણ આગળ વધે.

2013માં સંજયલીલા ભણસાલીની ફિલ્મ ગોલીઓ કી રાસલીલા-રામલીલાથી દિપીકા અને રણવીર નજીક આવ્યા હતા. ત્યારબાદ નવેમ્બર, 2018માં બન્ને ઈટલીમાં લગ્ન કર્યા હતા. તેમના લગ્નને સાત વર્ષ થઈ ચૂક્યા છે અને હવે તેમનું ફેમિલિ એક્પાન્ડ થાય તે સ્વાભાવિક છે.

થોડા સમય અગાઉ બન્નેના સંબંધો મુશ્કેલીમાં હોવાની ચર્ચા પણ થઈ હતી, પરંતુ ફેન્સે ચિંતા કરવાની કંઈ જરૂર નથી કારણ કે હવે તો બન્નેનો પ્રેમ અને સંબંધ વધારે મજબૂત થવા જઈ રહ્યો છે. જોકે જ્યાં સુધી બન્નેમાંથી એક ઓફિશિયલી અનાઉન્સમેન્ટ ન Not official કરે ત્યાં સુધી મીઠાઈ ન ખાતા હો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button