સના જાવેદ દેખાઈ કે તરત જ સાનિયાના ચાહકોએ ખૂબ મજાક ઉડાવી!
સાનિયા મિર્ઝા (ડાબે) અને શોએબ મલિકની મેચ વખતે મેદાન પરથી પાછી જઈ રહેલી સના જાવેદ.
કરાચી: ભારતની ભૂતપૂર્વ ટેનિસ-સમ્રાજ્ઞી સાનિયા મિર્ઝાનાં ચાહકો ભારતમાં તો અનેક છે, પણ પાકિસ્તાનમાં પણ કંઈ ઓછા નથી. તાજેતરમાં શોએબ મલિકે પાકિસ્તાનની અભિનેત્રી સના જાવેદ સાથે નિકાહ કર્યા અને સાનિયાએ તેને તલાક આપી દીધા એ સાથે સાનિયા પ્રત્યે લોકોની સહાનુભૂતિ ખૂબ વધી ગઈ છે.
જુઓને, એટલે જ તાજેતરમાં પાકિસ્તાન સુપર લીગમાં સના તેના પતિ શોએબ મલિકની મૅચ જોવા સ્ટેડિયમમાં આવી ત્યારે સાનિયાના ફૅન્સે સનાની મજાક ઉડાવવાની તક ઝડપી લીધી હતી.
સોશિયલ મીડિયા પર સનાની મજાક ઉડાવાઈ રહી હોય અને તે ગુસ્સામાં પ્રેક્ષકો તરફ જોતી-જોતી જઈ રહી હોય એવો વીડિયો વાયરલ થયો છે. સના આ પ્રેક્ષકોથી ત્રાસીને જ ત્યાંથી જતી રહી હતી.
સના જાવેદ પાકિસ્તાનના ભૂતપૂર્વ કૅપ્ટન શોએબ મલિકની ત્રીજી પત્ની છે. શોએબની પહેલી પત્નીનું નામ આયેશા સિદ્દિકી હતું.
પ્રેક્ષકોએ સાનિયાની તરફેણમાં સૂત્રો પોકાર્યા હતા અને સના જાવેદને ખૂબ ટ્રોલ પણ કરી હતી.