બુલિયન માર્કેટમાં ઝમકવિહોણું વાતાવરણ: સોનાચાંદીમાં સામસામા રાહ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: ડોલર ઇન્ડેકસની અનિયમિત વધઘટ અને ફેડરલ ઓપન માર્કેટ કમિટીની બેઠકના મિનટ્સની જાહેરાત અગાઉની સાવચેતીના માનસ વચ્ચે બુલિયન બજારમાં ઝમક વિહોણું હવામાન રહ્યું હતું. એકંદરે વિશ્ર્વબજારમાં અને દેશાવરોમાં નરમાઇ જોવા મળી હતી જોકે, અહીં ઝવેરી બજારમાં બંને કિમતી ધાતુમાં સામસામા રાહ જોવા મળ્યાં હતાં. સોનામાં સાધારણ સુધારો હતો જ્યારે ચાંદીએ રૂ. ૭૦,૦૦૦ની સપાટી ગુમાવી હતી.
સ્થાનિક ઝવેરી બજારમાં પણ કામકાજની શરૂઆત સહેજ નરમાઇ સાથે થઇ હતી અને બંને કિંમતી ધાતુના ભાવ નીચા મથાળે ખૂલ્યા હતા. વાયદા બજારમાં સોનામાં સટોડિયાઓએ લેણ છૂટા કર્યા હતા અને ચાંદીમાં કોઇ સટ્ટાકીય માગનો ટેકો ન મળ્યો હોવાથી બંને ધાતુના ભાવ થોડા નીચે આવ્યાં હતાં.
આંતરરાષ્ટ્રીય બજારમાં કોમેક્સ ખાતે ગોલ્ડમાં પાછલા બંધ સામે ઔંશ દીઠ બે ડોલરના ઘટાડે ૨૦૧૮ ડોલર અને સિલ્વરમાં પાછલા ૨૩.૦૯ ડોલરના ભાવ સામે ઘટાડા સાથે ૨૩.૦૧ ડોલર પ્રતિ ઔંશનો ભાવ બોલાયો હતો. સ્થાનિક ઝવેરી બજાર ખાતે આઇબીજેએના ડેટા અનુસાર ૯૯૯ ટચના શુદ્ધ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૨,૦૧૭ના પાછલા બંધ સામે રૂ. ૬૧,૯૯૦ની સપાટીએ ખૂલીને અંતે રૂ. ૧૨૨ના સુધારા સાથે રૂ. ૬૨,૧૩૯ની સપાટીએ સ્થિર થયું હતું.
જ્યારે ૯૯૫ ટચના સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૬૧,૭૬૯ પ્રતિ દસ ગ્રામના પાછલા બંધ સામે રૂ. ૬૧,૭૪૨ની ઊંચી સપાટીએ ખૂલ્યા બાદ અંતે ખૂલતા ભાવ સામે થોડા સુધારા સાથે પાછલા બંધ સામે રૂ. ૧૨૧નો સુધારો નોંધાવતા રૂ. ૬૧,૮૯૦ની સપાટીએ સ્થિર થયા હતા. એ જ રીતે, .૯૯૯ ટચની હાજર ચાંદી એક કિલો દીઠ રૂ. ૭૧,૨૧૦ના પાછલા બંધ સામે નીચા ગેપ સાથે રૂ. ૭૦,૮૦૨ની નીચી સપાટીએ ખૂલ્યા બાદ રૂ. ૩૧૨ના ઘટાડા સાથે રૂ. ૭૦,૮૯૮ પ્રતિ કિલોના ભાવે સ્થિર થઇ હતી. વિશ્ર્લેષકો માને છે કે ડોલર ઇન્ડેક્સની વોલેટાલિટી ચાલશે ત્યાં સુધી સોનાચાંદીના ભાવમાં પણ અસ્થિરતા જોવા મળશે. ઉ