આપણું ગુજરાત

ગુજરાતમાં પાસપોર્ટનું ચલણ વધ્યું: પાંચ વર્ષમાં ૩૫ લાખથી વધુ પાસપોર્ટ ઈશ્યૂ થયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી વિદેશમાં સ્થાયી થવા, વિદેશમાં ફરવા જવા માટેના પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી ૩૫.૧૩ લાખ પોસપોર્ટ ઈશ્યૂ થયેલા અને તેમાંથી ૧૦.૨૧ લાખ ગત વર્ષમાંથી છે. ગુજરાતમાં વર્ષ ૨૦૨૨ની સરખામણીએ વર્ષ ૨૦૨૩માં ૪૦ ટકા વધુ પાસપોર્ટ ઈશ્યૂ થયા હતા. વર્ષ ૨૦૨૩માં જે રાજ્યમાંથી સૌથી વધુ પાસપોર્ટ ઈશ્યૂ થયા હોય તેમાં કેરળ ૧૫.૪૭ લાખ સાથે મોખરે, મહારાષ્ટ્ર ૧૫.૧૦ લાખ સાથે બીજા, ઉત્તર પ્રદેશ ૧૩.૬૮ લાખ સાથે ત્રીજા, પંજાબ ૧૧.૯૪ લાખ સાથે ચોથા, તામિલનાડુ ૧૧.૪૭ લાખ સાથે પાંચમાં, જ્યારે ગુજરાત છઠ્ઠા સ્થાને છે. પાસપોર્ટ ઈશ્યૂ થવાના વધતા પ્રમાણ અંગે જાણકારોનું માનવું છે કે વિદેશમાં અભ્યાસ -જોબ માટે જનારાના તેમ જ વિદેશમાં ફરવા જનારાના પ્રમાણમાં પણ વધારો થયો છે, જેના કારણે પાસપોર્ટ ઈશ્યૂ થવાનું પ્રમાણ વધ્યું છે. છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાંથી ૨૨૩૦૦ લોકોએ પાસપોર્ટ સરંડર કર્યો છે. મતલબ કે, આ પૈકીના મોટાભાગના લોકોએ ભારતનું નાગરિકત્વ જતું કરીને વિદેશમાં સ્થાયી થયા છે. અમદાવાદની વાત કરવામાં આવે તો ૨૦૨૧માં ૨૧૭, ૨૦૨૨માં ૨૪૧ અને ૨૦૨૩માં ૪૮૫ લોકોએ પાસપોર્ટ સરંડર કર્યા હતા. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button