નેશનલ

કાશ્મીરની રેલ લિન્કમાં સૌથી લાંબી ટનલ ખુલ્લી મુકાઈ

ઈલેસ્ટ્રિક ટ્રેન: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ભારે હિમવર્ષા વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર રેલવે સ્ટેશને નવી ઈલેક્ટ્રિક ટ્રેનને લીલીઝંડી દર્શાવી હતી. આ ટ્રેન બારામુલ્લા-શ્રીનગર-બનિહાલ-સંગલદાન રૂટ પર દોડશે. (એજન્સી)

શ્રીનગર : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દેશની સૌથી મોટી પરિવહન ટનલ ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિન્ક પર ખુલ્લી મૂકી હતી અને કાશ્મીર ખીણમાં પહેલી ઈલેકટ્રિફાઈડ ટ્રેનને લીલી ઝંડી બતાડી હતી. રેલવે અધિકારીએ કહ્યું હતું કે વડા પ્રધાન મોદી જમ્મુમાં હાજર હતા અને તેમણે વિધુતથી ચાલતી બે ટ્રેનને લીલી ઝંડી દાખવી હતી. પહેલી ટ્રેન ડાઉન દિશામાં શ્રીનગરથી સંગલદાન અને બીજી ટ્રેન અપ દિશામાં સંગલદાનથી શ્રીનગરની હતી.
અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે વડા પ્રધાને ૪૮.૧ કિલોમીટર લાંબા બનિહાલ-સુંબર-સંગલદાન સેક્સનનું ઉદ્ઘાટન કર્યું હતું. આમાં સૌથી લાંબી ટનલ જે ૧૨.૭૭ કિલોમીટર લાંબી છે એ ટી-૫૦ તરીકે ઓળખાય છે. આ ટનલ ખારી-સુંબર સેકશનમાં આવેલી છે.
ઉત્તર રેલવેના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ટ્રેન હવે બડામુલ્લાથી બનિહાલ થઈને સંગલદાન દોડશે. અગાઉ બનિહાલ છેલ્લું કે ઉદ્ભવ સ્ટેશન હતું. બનિહાલ-ખારી-સુંબર-સંગનદાલ સેક્સનમાં ૧૧ ટનલ છે અને એમાંથી ટી-૫૦ સૌથી પડકારરૂપ હતી. રેલવે અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ટનલનું કામ ૨૦૧૦ની આસપાસ શરૂ થયું હતું અને એને કાર્યાન્વિત કરતાં લગભગ ૧૪ વર્ષ લાગ્યા હતા.
અધિકારીએ કહ્યું હતું કે ટનલની અંદર તાકીદની પરિસ્થિતિ ઊભી થાય તો એને પહોંચી વળવાના બધા સુરક્ષા પગલાં લેવાયા છે. કટોકટીની પરિસ્થિતિમાં ઉતારુને ઉતારવા ટી-૫૦ને સમાંતર એક બીજી એસ્ક્ેપ ટનલ બનાવાઈ છે. દરેક ૩૭૫ મીટરે ટી-૫૦ અને એસ્કેપ ટનલને વચ્ચે જોડતો પેસેજ બનાવાયો છે જેથી ઉતારુને એસ્કેપ ટનલમાં લાવી શકાય અને ત્યાર બાદ વાહનમાં ઈચ્છીત સ્થાન પર લઈ જવાય. આગ લાગે તો એને ઓલવવા ટનલની બન્ને બાજુએ પાણીની પાઈપ લગાડી છે અને દર ૩૭૫ મીટરે એક વાલ્વ રખાયો છે જેથી આગ બુઝાવવા બન્ને બાજુથી પાણીનો છંટકાવ કરી શકાય.
બીજી મોટી ટનલો માટે પણ એસ્કેપ ટનલ બનાવાઈ છે. (એજન્સી)ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button