નેશનલ

શૅરબજારમાં ફરી નવો વિક્રમ, નિફ્ટી પહેલી વાર ૨૨,૨૦૦ની સપાટીએ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિશ્ર્વબજારના અસ્પષ્ટ અને સહેજ નિરાશાજનક પરિબળોની અવગણના કરીને ભારતીય શેરબજારે મંગળવારે ફરી એક નવું વિક્રમી સ્તર હાંસલ કર્યું હતું. નિફ્ટી સતત બીજા દિવસે નવી સર્વકાલિન ઊંચી સપાટી સર કરતાં પહેલી વાર ૨૨,૨૦૦ની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો હતો.
એશિયાઇ બજારોની નરમાઇને અવગણીને ભારતીય શેરબજારે સતત છઠ્ઠા સત્રમાં આગેકૂચ ચાલુ રાખી હતી અને ખાસ કરીને ઇન્ડેક્સ હેવીવેઇટ બૅન્ક શેરોની આગેવાનીએ લેવાલીનો ટેકો મળતાં સેન્સેક્સ પણ ૭૩,૦૦૦ પોઇન્ટની સપાટી વટાવી ગયો હતો.
સત્રને અંતે સેન્સેક્સ ૩૪૯.૨૪ પોઈન્ટ અથવા ૦.૪૮ ટકા વધીને ૭૩,૦૫૭.૪૦ પોઇન્ટ પર અને નિફ્ટી ૭૪.૭૦ પોઈન્ટ અથવા ૦.૩૪ ટકા વધીને ૨૨,૧૯૬.૯૫ પોઇન્ટ પર સ્થિર થયો હતો.
જો કે, વ્યાપક બજારમાં થોડા પ્રોફિટ બુકિંગને નિફ્ટી મિડકેપ ૧૦૦ અને નિફ્ટી સ્મોલકેપ ૧૦૦ શેરઆંક ૦.૬ ટકા સુધી લપસ્યા હતા. મિડ અને સ્મોલ કેપ્સમાં ઘટાડો સૂચવે છે કે રોકાણકારો ઊંચા મૂલ્યાંકનને કારણે સાવચેતીનું માનસ ધરાવે છે. આ અઠવાડિયે યુએસ ફેડરલની આગામી જાહેરાત પર બજારની નજર છે.
ચીનના રિઅલ એસ્ટેટને બુસ્ટર આપવાના પ્રયાસો અપર્યાપ્ત હોવાના અહેવાલો વચ્ચે એશિયાઇ બજારોની નરમાઇ પાછળ સ્થાનિક બજારમાં પણ પ્રારંભિક તબક્કે નરમાઇ જોવા મળી હતી. જોકે, પાછળથી બૅન્કો અને ફાઇનાન્શિયલ સ્ટોક્સમાં ભારે ખરીદી જોવા મળી હતી, જેના કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં સુધારો આગળ વધ્યો હતો. પાવર ગ્રીડ ૪.૩૬ ટકાના સૌથી વધુ ઉછાળા સાથે નિફ્ટીમાં ટોપ ગેઇનર બન્યો હતો. એચડીએફસી બૅન્ક, એક્સિસ બૅન્ક, કોટક મહિન્દ્રા બૅન્ક, અને એનટીપીસીમાં બે ટકાથી વધુનો વધારો થયો હતો. નિફ્ટી પેકમાં સૌથી વધુ ૩.૮૫ ટકાના કડાકા સાથે હીરો મોટોકોર્પ ટોપ લુઝર રહ્યો હતો. બજાજ ઓટો, આઈશર મોટર્સ, કોલ ઈન્ડિયા અને ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસ અન્ય લૂઝર્સ શેરોમાં સામેલ હતા. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button