આમચી મુંબઈ

કાંદાની નિકાસનો પ્રતિબંધ ૩૧ માર્ચ સુધી: કેન્દ્રીય સચિવની સ્પષ્ટતા

મુંબઈ: રાજકીય પક્ષો અને ખેડૂતોની કાંદાના નિકાસ પર પ્રતિબંધ હટાવવાની માગને લીધે મહારાષ્ટ્ર રાજ્ય કાંદા ઉત્પાદક સંઘે આનો વિરોધ કર્યો હતો. જેને પગલે નાશિક જિલ્લામાં કાંદાની હરાજી અટકાવી દેવામાં આવી હતી. કાંદાની નિકાસ પર પ્રતિબંધ પાછો ખેંચી લેવામાં આવ્યા હોવાના સમાચાર મળ્યા બાદ રીટેલ માર્કેટમાં કાંદાના ભાવ વધવા લાગ્યા હતા. જે બાદ કેન્દ્રીય સચિવ રોહિત કુમારે ખુલાસો કર્યો હતો કે કાંદાના નિકાસ પર પ્રતિબંધ ૩૧ માર્ચ સુધી ચાલુ રહેશે. સ્થાનિક બજારમાં કાંદા પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવાની સરકારની પ્રાથમિકતા છે.
રાજસ્થાન, મધ્ય પ્રદેશ, તેલંગણા, છત્તીસગઢ અને મિઝોરમ રાજ્યોમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે કાંદા પર ૮૦૦ ડોલરનું નિકાસ મૂલ્ય લાદ્યું હતું, જે બાદ દેશના બજારમાં કાંદાના ભાવમાં વધારો થયો હતો. તેનાથી રિટેલ ગ્રાહકો પરેશાન થશે, જેના કારણે કાંદાની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનો આરોપ ખેડૂતોએ લગાવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button