ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ઓળખાણ રાખો
ભારતીય લશ્કરના જાંબાઝ શૂરવીર સૈનિકોને આદરાંજલિ તરીકે બાંધવામાં આવેલું મહારાજા રણજીતસિંહ મ્યુઝિયમ પંજાબના કયાં શહેરમાં છે એની ઓળખાણ પડી?
અ) ચંદીગઢ બ) અમૃતસર ક) લુધિયાના ડ) ભટિંડા
ભાષા વૈભવ…
અંગ્રેજી-ગુજરાતી શબ્દોની જોડી જમાવો
A B
BANAL શ્વાન ગૃહ
CANAL વરિયાળી
FENNEL નીરસ
KENNEL સજા
PENAL નહેર
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘ગોપીચંદન ને ગેરુ તે ભાંગ્યાનાં ભેરુ’ એ મજેદાર કહેવતમાં ગેરુ શબ્દનો અર્થ શું થાય એ જણાવો.
અ) મલાઈનો લેપ બ) કેસરનો કટકો
ક) લાલ માટલું ડ) રાતી માટી
માતૃભાષાની મહેક
ગ ગુજરાતી લિપિના મૂળાક્ષરમાંનો ૧૪મો અને વ્યંજનોમાં કંઠસ્થાની ત્રીજો વર્ણ છે. લહિયાઓને પુસ્તક લખતાં સહેજ ઊઠવું હોય અથવા લખવાનું તે દિવસ માટે કે અમુક વખત બંધ કરવું હોય તો આ અક્ષર ઉપર તેઓ અટકતા નથી, કારણ કે તેઓ માને છે કે ‘ગ ગરમ હોવે‘. ગ ગરીબીમાં છે તો ગરિમા અને ગૌરવમાં પણ અગ્રસ્થાને જ છે.
ગુજરાત મોરી મોરી રે
રાજ્યમાં અરાજકતા – અવ્યવસ્થા હોવાથી ભર બપોરે લડાઈ ઝઘડા થાય એ ભાવાર્થની કહેવતના શબ્દો આડા અવળા થઈ ગયા છે જે યોગ્ય રીતે ગોઠવી કહેવત જણાવો.
રાજ ખરે બણગું ને બપોરે પોપાબાઈનું
ઈર્શાદ
જે કહ્યું માને વિધાતાનું એ મુકદ્દર હું નહીં,
આટલો વૈભવ છતાં ખારો સમંદર હું નહીં.
—- ‘મેહુલ’
માઈન્ડ ગેમ
‘કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.’ ચાબખા વીંઝતી આ ધારદાર પંક્તિઓ કોની છે એ કહી શકશો?
અ) પ્રેમાંનદ બ) અખો
ક) દયારામ ડ) નરસિંહ મહેતા
ગયા બુધવારના જવાબ
A B
AFFAIR પ્રણય કિસ્સો
COURTSHIP સંવનન
CHARMING મોહક
INTIMACY નિકટતા
ADORE પ્રેમાદર
ગુજરાત મોરી મોરી રે
પ્રેમની પીડામાં વૈદું ચાલે નહીં
ઓળખાણ પડી?
કેરળ
માઈન્ડ ગેમ
કબીર
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
આગ
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) સુભાષ મોમાયા (૩) નીતા દેસાઈ (૪) ધીરેન્દ્ર ઉદ્દેશી (૫) શ્રદ્ધા આશર (૬) ભારતી બુચ (૭) ખુશરૂ કાપડિયા (૮) જ્યોતિ ખાંડવાલા (૯) વિભા મહેશ્ર્વરી (૧૦) પુષ્પા પટેલ (૧૧) લજિતા ખોના (૧૨) ડો. પ્રકાશ કટકિયા (૧૩) ભારતી પ્રકાશ કટકિયા (૧૪) પ્રવીણ વોરા (૧૫) હર્ષા મહેતા (૧૬) નિખિલ બંગાળી (૧૭) અમીશી બંગાળી (૧૮) મુલરાજ કપૂર (૧૯) મીનળ કાપડિયા (૨૦) ભાવના કર્વે (૨૧) રજનીકાંત પટવા (૨૨) સુનીતા પટવા (૨૩) મહેશ દોશી (૨૪) શીરીન ઔરંગાબાદવાલા (૨૫) તાહેર ઔરંગાબાદવાલા (૨૬) અબદુલ્લા એફ મુનીમ (૨૭) પુષ્પા ખોના (૨૮) અરવિંદ કામદાર (૨૯) મહેશ સંઘવી (૩૦) દેવેન્દ્ર સંપટ (૩૧) જ્યોત્સના ગાંધી (૩૨) ઈનાક્ષી દલાલ (૩૩) હિના દલાલ (૩૪) રમેશ દલાલ (૩૫) મનીષા શેઠ (૩૬) ફાલ્ગુની શેઠ (૩૭) ફાલ્ગુની શેઠ (૩૮) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૩૯) અંજુ ટોલિયા (૪૦) કલ્પના આશર (૪૧) નિતીન બજરિયા (૪૨) દિલીપ પરીખ (૪૩) સુરેખા દેસાઈ (૪૪) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૪૫) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૬) નયના ગિરીશ મિસ્ત્રી (૪૭) પ્રતિમા પમાની (૪૮) હરીશ મનુભાઈ ભટ્ટ (૪૯) વિણા સંપટ