નેશનલ

ભારતમાં પ્રથમ વાર થઈ કોર્ટમાં મતગણતરી, જજોએ ઘોષિત કર્યા પરિણામ: સુપ્રીમ કોર્ટે રચ્યો ઇતિહાસ

નવી દિલ્હી: chandigarh mayor election sc verdict ભારતના ઈતિહાસમાં ચંદીગઢની મેયરની ચૂંટણીની પ્રથમ એવી ઘટના છે કે તેના માટની ગણતરી સુપ્રીમ કોર્ટમાં થઈ અને તેના પરિણામો સર્વોચ ન્યાયાલયના ન્યાયાધીશે કર્યા! ભારતના મુખ્ય ન્યાયાધીશ D Y ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે આજે સવારે બેલેટ પેપરની તપાસ કરી અને રિટર્નિંગ ઓફિસરને જોરદાર ખખડાવ્યા અને આગળની ચૂંટણી પ્રક્રિયાને અધિકારીઓના ભરોસે મૂકવા મનાઈ કરી દીધી હતી. આ સાથે સાથે તેને ભાજપની બીજી વાર ચૂંટણી કરવાની અપિલને પણ ફગાવી દીધી હતી.

જજોએ કહ્યું, “આવી યુક્તિઓથી લોકતાંત્રિક પ્રક્રિયા ખોરવાઈ ન જાય તે સુનિશ્ચિત કરવી અદાલતની ફરજ છે.” ખંડપીઠે કહ્યું, “તેથી અમે માનીએ છીએ કે કોર્ટે આવા અસાધારણ સંજોગોમાં પગલાં લેવા જોઈએ જેથી મૂળભૂત લોકશાહી આદેશની ખાતરી કરી શકાય.” મતોની ગણતરી પછી, ન્યાયાધીશોએ કહ્યું, “અરજી કરનારને ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પદ માટે માન્ય રીતે ચૂંટાયેલા ઉમેદવાર જાહેર કરવામાં આવે છે.” અને અગાઉ દોષિત ચૂંટણી અધિકારી અનિલ મસીહ સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તેમજ શો કોઝ નોટિસ પણ ફટકારી હતી.

દિલ્હીના મુખ્યપ્રધાનની પ્રતિક્રિયા બહાર આવી હતી જેમાં તેને સુપ્રીમ કોર્ટનો આભાર માન્યો હતો અને આ ચુકાદાને ઐતિહાસિક ગણાવ્યો હતો. મીડિયા સાથે વાત કરતાં તેણે કહ્યુ હતું કે સુપ્રીમ કોર્ટે ખુદ બેલેટ પેપર જોઈને પરિણામ જાહેર કર્યું છે. ભારતના ઈતિહાસમાં કદાચ પહેલીવાર આવું બન્યું છે. દિલ્હીના CMએ કહ્યું કે અમે સુપ્રીમ કોર્ટનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. દેશની અંદર સ્થિતિ એવી છે કે લોકશાહીને કચડવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય ઘણો મહત્વનો છે. આ ભારતની પ્રથમ અને સૌથી મોટી જીત છે.

કોંગ્રેસના કેસી વેણુગોપાલે ટ્વિટર પર પોસ્ટ કર્યું, “ચંદીગઢના મેયરની હાસ્યાસ્પદ ચૂંટણી પર માનનીય સુપ્રીમ કોર્ટનો નિર્ણય ભારતીય લોકશાહીને બચાવવામાં ઘણો મદદરૂપ સાબિત થશે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા એક મજાક હતી, જે આ ઐતિહાસિક નિર્ણયથી ખુલ્લું પડી ગયું છે.”

આપને જણાવી દઈએ કે આ વિવાદાસ્પદ ચૂંટણીની ઘટનાને ન્યાયાધીશોએ “લોકશાહીની હત્યા” ગણાવી અને કેસને પોતાના હાથમાં લીધો હતો. અગાઉ CJIએ કહ્યું, હતું કે “વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તે કેમેરા તરફ જોઈ રહ્યો છે અને બેલેટ પેપરને ખરાબ કરી રહ્યો છે. આ અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.”

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button