મનોરંજન

Rakul Preet Singh-Jackky Bhagnani Wedding Bells: હલદી સેરેમનીમાં ફેમિલીનો જોવા મળ્યો અનોખો સ્વેગ

Bollywoodના Love Bird Rakulpreet Singh-Jacky Bhagnaniના પ્રિ-વેડિંગ ફંક્શનના ફોટો એનો વીડિયો સોશિયલ મીડિયા પર આવી રહી છે અને લોકો ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. અર્જુન કપૂર, આયુષ્માન ખુરાના, રમેશ તોરાની, ડેવિડ ધવન સહિતના સેલેબ્સ પરિવાર ગોવા એરપોર્ટ પર સ્પોટ થયા હતા. હવે કપલની હલદી સેરેમનીના ફોટો અને વીડિયો સામે આવી રહ્યા છે અને આ વીડિયો અને ફોટો જોઈને એવું લાગે છે આ કે આ લગ્નને લઈને કપલની સાથે સાથે તેના માતા-પિતાનો પણ અલગ જ સ્વેગ છે.

રકુલ અને જૈકીની હલદી સેરેમનીમાં દિગ્ગજ નિર્માતા વાસુ ભગનાની અને તેમની દીકરી દિપશિખા ભગનાના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જ્યારે રકુલની માતા કુલવિંદર સિંહ અપને પિતા રાજેન્દ્ર સિંહના પણ ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાઈ ગયા છે. વીડિયોમાં કપલના પરિવારજનો પેપ્ઝની સામે મન મૂકીને પોઝ આપ્યા છે.

View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

નેટિઝન્સને આ ફોટો અને વીડિયો ખૂબ જ પસંગ આવી રહ્યા છે. આવતીકાલે આ કપલ લગ્નબંધનમાં બંધાઈ જશે. આ પહેલાં પ્રી-વેડિંગ ફંક્શનમાં સેલેબ્સ અને ઈન્ડસ્ટ્રીના અનેક મોટી મોટી હસ્તીઓ ગોવા પહોંચી રહ્યા છે. રકુલ અને જેકીએ 2021માં પોતાની રિલેશનશિપ પબ્લિક કરી હતી.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રકુલ છેલ્લી વખત સાયન્સ ફિક્શન તમિળ ફિલ્મ અયલાનમાં જોવા મળી હતી અને આ ફિલ્મમાં તેની સાથે શિવકાર્તિકેયન પણ લીડ રોલમાં જોવા મળ્યો હતો. આ સિવાય ટૂંક સમયમાં જ એક્ટ્રસ મેરી પત્ની કા રિમેક, કમલ હસનની ફિલ્મ ઈન્ડિયન ટુમાં પણ જોવા મળે. જેકીની વાત કરીએ જેકી એક્ટર અને નિર્માતા છે અને તેનો છેલ્લો પ્રોજેક્ટ ટાઈગર શ્રોફની ગણપત હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button