કાંદાની નિકાસ પર પ્રતિબંધ મુદ્દે કેન્દ્ર સરકારે ખુલાસો કર્યો
નવી દિલ્હી: રાજકીય પક્ષો અને ખેડૂતોની કાંદાના નિકાસ પર પ્રતિબંધ હટાવવાની માંગને લીધે મહારાષ્ટ્ર રાજ્ય કાંદા ઉત્પાદક સંઘે આનો વિરોધ કર્યો હતો. જેને પગલે નાશિક જિલ્લામાં કાંદાની હરાજી અટકાવી દેવામાં આવી હતી..
કાંદાની નિકાસ પર પ્રતિબંધ પાછો ખેંચી લેવામાં આવ્યા હોવાના સમાચાર મળ્યા બાદ રિટેલ માર્કેટમાં કાંદાના ભાવ વધવા લાગ્યા હતા ત્યાર બાદ કેન્દ્રીય સચિવ રોહિત કુમારે ખુલાસો કર્યો હતો કે કાંદાની નિકાસ પર પ્રતિબંધ ૩૧ માર્ચ સુધી ચાલુ રહેશે. સ્થાનિક બજારમાં કાંદા પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવાની સરકારની પ્રાથમિકતા છે.
રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ અને મિઝોરમ રાજ્યોમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે કાંદા પર ૮૦૦ ડૉલરનું નિકાસ મૂલ્ય લાદ્યું હતું, જે બાદ દેશના બજારમાં કાંદાના ભાવમાં વધારો થયો હતો. તેનાથી રિટેલ ગ્રાહકો પરેશાન થશે, જેના કારણે કાંદાની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનો આરોપ ખેડૂતોએ લગાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે કાંદાના ભાવને નિયંત્રણમાં લેવા મુદ્દે સરકાર દ્વારા વખતોવખત અલગ અલગ નિર્ણય લે છે. હાલમાં રિટેલ માર્કેટમાં કાંદાના ભાવ કિલોગ્રામે 30થી 40 રુપિયાના ભાવે મળે છે, જ્યારે મુંબઈ-થાણે સહિત નવી મુંબઈમાં કાંદાના ભાવ કિલોગ્રામે પચીસથી 30 રુપિયાના ભાવે વેચાય છે.