નેશનલ

ખેડૂત આંદોલન વચ્ચે પંજાબના પૂર્વ CM કેપ્ટન અમરિન્દર PM મોદીને મળ્યા, જાણો શું વાત થઈ?

નવી દિલ્હી: પંજાબમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી પહેલા કેપ્ટન અમરિંદર (Captain Amarinder Singh) કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. તેમણે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narednra Modi) સાથે મુલાકાત કરીને ખેડૂતોના મુદ્દાઓ સહિત પંજાબને લગતા ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી. આ બંને નેતાઓની આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે ખેડૂતો પોતાની વિવિધ માંગણીઓ માટે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

ખેડૂત આંદોલન (Farmer Protest) મોટાભાગના ખેડૂતો પંજાબના છે. જણાવવામાં આવી રહ્યું છે કે અમરિંદર સિંહે વડાપ્રધાન મોદીને ખેડૂતોના આંદોલન સાથે જોડાયેલા મુદ્દાઓ અને તથ્યોની જાણકારી આપી હતી. બંને નેતાઓ વચ્ચે આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓ અને પંજાબને લગતા અનેક મહત્વના મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી.

દિલ્હી ચલો આંદોલનમાં ભાગ લઈ રહેલા ખેડૂત નેતાઓએ સરકારી એજેંસીઓ દ્વારા પાંચ વર્ષ સુધી દાળ, મકાઇ અને કપાસના ટેકા ભાવ MSP કરવાના કેન્દ્રના પ્રસ્તાવને ફગાવી દીધો હતો. સોમવારે ‘દિલ્હી ચલો’ ચળવળમાં ભાગ લેનારા ખેડૂત નેતાઓએ સરકારી એજન્સીઓ દ્વારા ‘કઠોળ, મકાઈ અનકપાસ’ની પાંચ વર્ષ માટે લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) પર ખરીદી કરવાના કેન્દ્રના પ્રસ્તાવને ફગાવી દીધો હતો અને કહ્યું કે આ ખેડૂતોના હિતમાં નથી અને બુધવારે રાજધાની (દિલ્હી) તરફ કૂચ કરવાની જાહેરાત કરી

ખેડૂતો સાથેની વાતચીત બાદ ત્રણ કેન્દ્રીય મંત્રીઓની સમિતિએ સરકારી એજન્સીઓ દ્વારા MSP પર કઠોળ, મકાઈ અને કપાસની ખરીદી માટે પાંચ વર્ષના કરારની દરખાસ્ત કરી હતી. ત્રણ કેન્દ્રીય પ્રધાનો – પિયુષ ગોયલ, અર્જુન મુંડા અને નિત્યાનંદ રાયની સમિતિએ રવિવારે ચંડીગઢમાં ચોથા રાઉન્ડની વાટાઘાટો દરમિયાન ખેડૂતો સમક્ષ આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો..

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button