આમચી મુંબઈ

ધરમ કરવા જતા ધાડ પડી, દારુડિયાને સમજાવવા ગયેલા શિક્ષક પર થયું કંઈક આમ…

મુંબઈઃ અંબરનાથમાં તાજેતરમાં એક હોટેલમાં દારુના નશામાં ધૂત શખસે એક શિક્ષક પર ક્ષુલ્લક બાબતમાં જીવલેણ હુમલો કરવાનો ચોંકાવનારો કિસ્સો બન્યો હતો. અંબરનાથ પશ્ચિમ ભાગમાં આવેલી એક હોટેલમાં શિક્ષક પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હોટેલમાં દારૂના નશામાં ધૂત એક વ્યક્તિએ શિક્ષક પર હુમલો કર્યા બાદ પરિસરમાં હોબાળો મચી ગયો છે. આ ઘટનાની તપાસ પોલીસે શરૂ કરી હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.

અંબરનાથની એક હોટેલમાં શિક્ષક રાજેશ રાજગોપાલન જમવા ગયા હતા. આ દરમિયાન તેમની બાજુના ટેબલ પર જેક્સન નામની એક વ્યક્તિ દારૂના નશામાં ગાળાગાળી કરી હતી અને ત્યાં હાજર રહેલા લોકો અને રાજેશે પણ આરોપીને ગાળો નહીં આપવાનું જણાવ્યું હતું.


પીડિત રાજેશની આ વાતથી આરોપી જેક્સનને ગુસ્સો આવતા તેણે કાચની બોટલ રાજેશના ગળા પર મારી હતી. જેક્સનના હુમલામાં રાજેશને ગંભીર ઇજા થતાં તેમને ઉલ્હાસનગરના એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, પણ તેની હાલત વધુ કથડતા થાણેની એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
એક શિક્ષક પર જીવલેણ હુમલો કરવાની આ ઘટનાની વધુ તપાસ પોલીસે શરૂ કરી છે. હુમલા બાદ આરોપી ત્યાંથી ભાગી છૂટતા પોલીસ દ્વારા તેની શોધ કરવામાં આવી રહી હોવાઈ માહિતી પોલીસ અધિકારીએ આપી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button