મુંબઈમાં જોવા મળ્યો સાઉથનો આ સુપરસ્ટાર અને દીકરો, તસવીરો વાઈરલ
મુંબઈ: તમિલ ફિલ્મોના સુપરસ્ટાર અભિનેતા સૂર્યા તેના દીકરા સાથે મુંબઈમાં જોવા મળ્યા હતા. બ્લેક ટી-શર્ટ અને ગ્રે પેન્ટમાં તેના કેઝ્યુઅલ લુકમાં મુંબઈના ખાર વિસ્તારમાં પાપારાઝીએ તેને જોતાં સૂર્યા અને તેના દીકરાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
સૂર્યા અને તેના દીકરાને મુંબઈમાં જોઈને લોકો ખૂબ જ ખુશ થયા હતા. થોડા દિવસ પહેલા સૂર્યા આમિર ખાનની દીકરીના વેડિંગ રિસેપ્શનમાં પણ સામેલ થયો હતો. સાઉથની ફિલ્મોમાં ‘રોલેક્સ’ નામથી સૂર્યાને ઓળખવામાં આવે છે. તમિલ ભાષામાં સુપરહીટ ફિલ્મો આપ્યા પછી હવે સૂર્યાની બૉલીવૂડમાં એક ફિલ્મ રિલીઝ થવાની છે. વૈધા, જય ભીમ, રક્ત ચરિત્ર, સિંઘમ, ગજની, કાકા કાકા, સિલુનુ અને વિક્રમ જેવી અનેક સુપરહિટ ફિલ્મોમાં પોતાની એક્ટિંગ અને સ્માર્ટનેસને લીધે ફેમસ થયેલા સૂર્યાની દરેક ફિલ્મની રાહ તેના ચાહકો જોતાં હોય છે.
ફિલ્મોને તેને લોકો સૂર્યાના નામે ઓળખે છે, પણ તેનું ખરું નામ સરવનન શિવકુમાર છે. ડિરેક્ટર મણિરત્નમની એક ફિલ્મ બાદ તે ‘સૂર્યા’ નામથી લોકોમાં જાણીતો થયો હતો. સૂર્યાની પર્સનલ લાઈફની વાત કરીએ તો 2006માં ‘સૂર્યા’એ સાઉથની પ્રખ્યાત અભિનેત્રી જ્યોતિકા સાથે લગ્ન કર્યા હતા અને બંનેને બે બાળક પણ છે.
સૂર્યા હવે પોતાનું બૉલીવૂડ ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. રાકેશ મહેરા દ્વારા ડિરેક્ટ કરવામાં આવતી આ ફિલ્મમાં સૂર્યાની સાથે જાહ્નવી કપૂર પણ જોવા મળવાની છે એવી માહિતી જાહ્નવી કપૂરના પિતા બોની કપૂરે આપી હતી