ફારૂક અબ્દુલ્લાએ પીએમ મોદીના કર્યા વખાણ જાણો કેમ….
શ્રીનગર: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે 20 ફેબ્રુઆરીના રોજ જમ્મુમાં વિશ્વના સૌથી ઊંચા રેલ બ્રિજનું ઉદ્ઘાટન કર્યુ હતું. કાશ્મીર ખીણમાં પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેન અને સાંગલદાન સ્ટેશન અને બારામુલ્લા સ્ટેશન વચ્ચે દોડશે. ત્યારે વડા પ્રધાનના આ કાર્યને રાષ્ટ્રીય સ્તરે પ્રશંસા મળી રહી છે. નેશનલ કોન્ફરન્સ પાર્ટીના વડા ફારૂક અબ્દુલ્લાએ પણ વડા પ્રધાન મોદીનો આભાર વ્યક્ત કર્યો અને આ ઇલેક્ટ્રિક ટ્રેનની ભેટ આપવા બદલ તેમની પ્રશંસા કરતા કહ્યું કે ખરેખર આ ટ્રેનની જરૂર હતી કારણકે આવા પગલાંઓના કારણે જ આ આપણા પ્રવાસન ક્ષેત્રને એક નવી રાહ મળે છે. અને અહી આવનારા અને રહનારા તામામ લોકો માટે આ ખૂબજ મહત્વપૂર્ણ છે. આ ટ્રેનની શરૂઆત એ ઘણી મોટી બાબત છે. હું આના માટે રેલવે મંત્રાલય અને પીએમ મોદીને અભિનંદન આપું છું. અને તેમનો આભાર માનું છું.
અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે રેલને જોડવાથી માર્ગ સેવાને કારણે થતી ઘણી સમસ્યાઓ હલ થાય છે, તે માલસામાન અને સેવાઓના પરિવહન અને પુરવઠામાં પણ મદદ કરે છે. મને આશા છે કે આ સેવા આપણા લોકો માટે પ્રગતિ લાવશે. અમને આશા હતી કે આ સેવા 2007 માં જ શરૂ થશે. પરંતુ ડુંગરાળ વિસ્તારને કારણે ઘણી મુશ્કેલીઓ સામે આવતી હતી. હવે અમે ખુશ છીએ કે ટ્રેનીન આ સેવા શરૂ થઈ ગઈ છે.
ખાસ બાબત તો એ છે કે ફારુક અબ્દુલ્લા છેલ્લા કેટલાક સમયથી મોદી સરકારના વખાણ કરતા જોવા મળે છે.
તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન અને ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીના વડા ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે ફારુક અબ્દુલ્લા કેન્દ્રના નેતાઓને રાતના સમયે મળવા જાય છે. જો કે આઝાદના આ આરોપ પર અબ્દુલ્લાએ કહ્યું હતું કે હું જ્યારે પણ તેમના આવા નિવેદનો સાંભળું છું ત્યારે મને નવાઈ લાગે છે. તેમણે કહ્યું હતું કે જો મારે વડા પ્રધાન મોદી અથવા અમિત શાહને મળવું હોય તો હું દિવસ દરમિયાન મળીશ, હું રાત્રે કેમ મળવા જાઉં?તેમજ તેમણે આવા નિવેદનો આપતા પહેલા એ બાબત યાદ રાખવી જોઈએ કે જ્યારે કોઈ ઈચ્છતું ન હતું કે તેમને રાજ્યસભાની બેઠક મળે, ત્યારે મેં જ તેમને રાજ્યસભાની બેઠક આપી હતી.