Happy Birthday: એક પણ લીડ રોડ ન કર્યો હોવા છતાં ઘણી ફિલ્મો તેમના વિના અધૂરી લાગે
અનુપમ ખેર, ઓમ પુરી, પરેશ રાવલ, સંજય મિશ્રા એવા અભિનેતા છે જેમણે લગભગ તમામ પ્રકારના રોલ નિભાવ્યા છે, પરંતુ તેમને એવી ફિલ્મો પણ મળી છે જેમાં તેમનું પાત્ર મુખ્ય હોય કે ફિલ્મની વાર્તા તેમની આજુબાજુ ફરતી હોય, પરંતુ આજના બર્થ ડે સ્ટાર પાસે આવી લગભગ એક પણ ફિલ્મ નથી, છતાં તેમણે પોતાને મળેલા દરેક રોલને એટલી બખૂબી નિભાવ્યો છે કે થિયેટર છોડ્યા બાદ તમને તેમનું કિરદાર યાદ આવે. અનેક ફિલ્મો, ટીવી શૉ હોસ્ટ કરી ચૂકેલા અનુ કપૂર Annu Kapoorનો આજે જન્મદિવસ (celebrity birthday) છે.
1956માં ભોપાલમાં જન્મેલા અનુ કપૂરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેઓ આઈએએસ (IAS) બનવા માગતા હતા, પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી ભણવાનું છોડી પિતાની થિયેટર કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ થિયેટર સાથે લગાવ થયો અને દિલ્હી ખાતે એનએસડીમાં જોડાયા. અહીં 23 વર્ષના અનુકપૂરે Annu Kapoor 70 વર્ષના વૃદ્ધનો રોલ એટલો સુંદર રીતે નિભાવ્યો કે નિર્માતા શ્યામ બેનેગલે Shyam Benegal તેમને મુંબઈ બોલાવી ફિલ્મ મંડીમાં રોલ ઓફર કરી દીધો. જોકે મુંબઈ જઈને જીવન સરળ ન હતું.
અનુકપૂરે ચાથી માંડી ચૂરણ વેચ્યા અને ધીમે ધીમે પગ જમાવ્યો. ફિલ્મ ઉત્સવ, મિ. ઈન્ડિયા, એતરાઝ, બેતાબ, રામ લખન, એક રૂકા હુઆ ફૈંસલા, ગર્દિશ, ડર જેવી અનેકો ફિલ્મમાં તેમણે યાદગાર ભૂમિકા નિભાવી. તેમની એક ફિલ્મ સાત ખૂન માફ વિવાદોમાં પણ આવી હતી કારણ કે આ ફિલ્મમાં હીરોઈન પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) હતી. અનુ કપૂરે એવો દાવો ત્યારે કર્યો હતો કે આ ફિલ્મમાં એક ઈન્ટિમેટ સિન હતો, પરંતુ પ્રિયંકાએ આ કરવાની એટલે ના પાડી હતી કારણ કે અનુ કપૂર દેખાવડા નથી અને લીડ રોલના હીરો ક્યારેય રહ્યા નથી. આવી જ રીતે ઓટીટી પર આવેલી પૌરુષપુરમાં અનુ કપૂરે પોતાનાથી નાની ઉંમરની હીરોઈન સાથે ઈન્ટિમેટ સિન આપી સૌને ચોંકાવી દીધા હતા. ટીવી શૉ અંતાક્ષરી (Antakshari)નો હૉસ્ટ કરી તેમણે ઘણી નામના મેળવી હતી. તેમનું ફિલ્મો સંબંધી જ્ઞાન અને હાજરજવાબીપણું તેમના શૉને રસપ્રદ બનાવી દે છે. 1979માં ભોપાલથી રૂ. 419 લઈને આવેલા અનુ કપૂરની નેટવર્ષ રૂ. 170 કરોડ છે. મુંબઈમાં તેઓ આલિશાન બંગલો, ગાડી ધરાવે છે. તેમણે ઘણા એવોર્ડ્ પણ મેળવ્યા છે.
હજુ આજે તાજગી સાથે કામ કરતા અનુ કપૂરને શુભકામના