![Stock Market Updates: Sensex, Nifty trade flat](/wp-content/uploads/2023/12/Stock-Market-4.webp)
નિલેશ વાઘેલા
મુંબઈ: સેન્સેક્સે પ્રારંભિક નરમાઇને ખંખેરી નાખો છે અને પોઝિટિવ ઝોનમાં આગળ વધી રહ્યો છે, નિફ્ટી 22,100 ઉપર પહોંચ્યો છે. ઝીલના શેરમાં 7%નો ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે વ્હર્લપૂલ 3% ઘટ્યો છે.
શરૂઆતના સત્રમાં, સેન્સેક્સ અને નિફ્ટી તેમની પાંચ દિવસની આગેકુચને બ્રેક મારી નીચી સપાટીએ લપસ્યા હતા કારણ કે ઇન્ડેક્સ હેવીવેઇટ્સમાં વેચવાલી અને ધોવાણ સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકોને નીચે ધકેલી રહ્યા હતા.
આ તરફ પ્રોપર્ટી માર્કેટને ટેકો આપવાના ચીનના પ્રયાસો રોકાણકારોને ઉત્તેજિત કરવામાં નિષ્ફળ જતાં એશિયાના શેરબજારો નીચી સપાટી તરફ ગતિ કરી રહ્યા હતા, જ્યારે પ્રારંભિક યુએસ રેટ કટની આશા પર ફરી વળેલા પાણીની પણ સેન્ટિમેન્ટ પર નકારાત્મક અસર પડી હતી.
“આરઆઈએલ, આઈસીઆઈસીઆઈ બેંક અને ભારતી જેવા ઉચ્ચ ગુણવત્તાની મૂળભૂત રીતે મજબૂત લાર્જકેપ્સ રેલીમાં નેતૃત્વ સંભાળે છે તે બુલ્સ માટે સકારાત્મક છે. એ પણ યાદ રાખવું અગત્યનું છે કે લાર્જ કેપ્સ આ માર્કેટમાં વેલ્યુએશન કમ્ફર્ટ ધરાવે છે જ્યાં વ્યાપક બજારોના સેગમેન્ટ્સે કબ્જે કર્યું છે, એમ જીઓજીત ફાઇનાન્શિયલ સર્વિસીસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ ડૉ. વી કે વિજયકુમારે જણાવ્યું હતું.
દરમિયાન, વિભોર સ્ટીલના શેર મંગળવારે એક્સચેન્જો પર 181.5%ના પ્રીમિયમ સાથે લિસ્ટ થયા હતા. એનએસઇ પર રૂ. 151ની ઇશ્યૂ કિંમત સામે શેર રૂ. 425 પર ડેબ્યૂ થયો હતો. દરમિયાન, બીએસઈ પર શેર 178.8% વધીને રૂ. 421 પર ડેબ્યૂ કર્યું હતું.