નવી દિલ્હીઃ ભારતીય કોસ્ટ ગાર્ડ (આઇસીડી)માં મહિલા અધિકારીઓને કાયમી કમિશન ન આપવા પર સુપ્રીમ કોર્ટે સોમવારે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે જો મહિલાઓને આર્મી, નેવી અને એરફોર્સમાં પુરુષોની જેમ કાયમી કમિશન મળે છે, તો પછી આઇસીડીમાં કેમ નથી? સુપ્રીમ કોર્ટે સૂચન કર્યું હતું કે ICDએ મહિલાઓ સાથે ન્યાયી વર્તન કરવા માટે નીતિ લાવવી જોઈએ.
સુપ્રીમ કોર્ટ મહિલા અધિકારી પ્રિયંકા ત્યાગી દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરી રહી છે જેણે કોસ્ટ ગાર્ડમાં પાત્ર મહિલા ‘શોર્ટ સર્વિસ કમિશન’ (એસએસસી) અધિકારીઓને કાયમી કમિશન આપવાની માંગ કરી છે. સુપ્રીમ કોર્ટે સોમવારે આ મામલે સુનાવણી કરતા કેન્દ્ર સરકારના વલણ પર સવાલ ઉઠાવ્યા હતા. કોર્ટે સવાલ કર્યો હતો કે “તમારું કોસ્ટ ગાર્ડ પ્રત્યે આટલું ઉદાસીન વલણ કેમ છે? તમે કોસ્ટ ગાર્ડમાં મહિલાઓ કેમ નથી ઈચ્છતા? જો મહિલાઓ સરહદોની સુરક્ષા કરી શકે છે, તો તેઓ દરિયાકિનારાની પણ સુરક્ષા કરી શકે છે.
તમે ‘મહિલા શક્તિ’ની વાત કરો છો. હવે તેને અહીં કરી બતાવો” પિટિશનર પ્રિયંકા ત્યાગી કોસ્ટ ગાર્ડના પ્રથમ તમામ-મહિલા ક્રૂના સભ્ય છે, જેમને કોસ્ટ ગાર્ડના કાફલા પર ડોમેયર એરક્રાફ્ટની જાળવણી માટે તૈનાત કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટ પ્રિયંકા ત્યાગી દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરી રહી છે જેમણે કોસ્ટ ગાર્ડમાં પાત્ર મહિલા ‘શોર્ટ સર્વિસ કમિશન’ (એસએસસી) અધિકારીઓને કાયમી કમિશન આપવાની માંગ કરી છે. આ અરજીમાં દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકારવામાં આવ્યો છે, જેમાં અરજદારને રાહત આપવામાં આવી નથી. CJI ડી. વાય. ચંદ્રચુડની ખંડપીઠે આ મામલે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે.
શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો
શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો