નેશનલ

કઠોળ, મકાઇ, રૂ લઘુતમ ટેકાના ભાવે ખરીદવા સરકારની દરખાસ્ત

ચંડીગઢ: કેન્દ્રના પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે કેન્દ્રના ત્રણ પ્રધાનની સમિતિએ ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓની સાથે કરાર કર્યા બાદ કઠોળ, મકાઇ, રૂ લઘુતમ ટેકાના ભાવે પાંચ વર્ષ સુધી ખરીદવા માટેની સરકારની દરખાસ્ત રજૂ કરી હતી.
ખેડૂત નેતાઓએ કેન્દ્રના પ્રધાનો સાથેની બેઠક બાદ જણાવ્યું હતું કે અમે કેન્દ્ર સરકારની દરખાસ્ત અંગે અમારા સંગઠનોના અન્ય સભ્યોની સાથે ચર્ચા કરીશું અને તેઓનું મંતવ્ય જાણ્યા બાદ ભાવિ પગલાં નક્કી કરાશે.
વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ, કૃષિ અને ખેડૂત-કલ્યાણ પ્રધાન અર્જુન મુંડા અને ગૃહ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન નિત્યાનંદ રાયે ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓની સાથે મંત્રણાનો ચોથો તબક્કો યોજ્યો હતો.
પંજાબના સેંકડો ખેડૂતો વિવિધ માગણીને લઇને પંજાબ અને હરિયાણાની સરહદે દેખાવ કરી રહ્યા છે. તેઓ લઘુતમ ટેકાના ભાવની કાયદેસર ગેરન્ટી સહિતની વિવિધ માગણી કરી રહ્યા છે. પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન પણ ખેડૂતો સાથેની બેઠકમાં જોડાયા હતા. ખેડૂતો અને કેન્દ્રના પ્રધાનો વચ્ચેની બેઠક ચાર કલાકથી વધુ સમય ચાલી હતી.
પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે નેશનલ કોઓપરેટિવ ક્નઝ્યુમર્સ ફેડરેશન (એનસીસીએફ) અને નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઑફ
ઇન્ડિયા (નાફેડ) તુવેર દાળ, અડદ દાળ, મસૂર દાળ અને મકાઇ ઉગાડતા ખેડૂતોની સાથે આગામી પાંચ વર્ષ માટેના લઘુતમ ટેકાના ભાવ અંગે કરાર કરશે. તેમાં ખરીદીના જથાની મર્યાદા નહિ રહે અને તેના માટે એક પોર્ટલ તૈયાર કરાશે. (એજન્સી) ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button