આમચી મુંબઈ
આજથી અટલ સેતૂ પર એસી શિવનેરી દોડશે
રૂટમાં પુણે-મંત્રાલય, દાદર-સ્વારગેટ
મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમ (એસટી) દ્વારા મુંબઈ-પુણેના લોકોને રાહત આપવા દેશનો સૌથી લાંબો શિવડી-ન્હાવાશેવા અટલ સેતુથી પુણે-મંત્રાલય, સ્વારગેટ-દાદર શિવનેરી રૂટ મંગળવાર શરૂ થશે. 20 ફેબ્રુઆરીથી પ્રાયોગિક ધોરણે પૂણે સ્ટેશન-મંત્રાલય (સવારે 6.30) અને સ્વારગેટ-દાદર (સવારે 7.00 વાગ્યે) એમ બે રૂટ પર શિવનેરી બસો શરૂ કરવામાં આવી રહી છે. આ બસો પુણેથી ઉપડશે અને પનવેલ ન્હાવાશેવા, શિવડી થઈને સીધી જ મંત્રાલય/દાદર પહોંચશે. ફરીથી સવારે 11 વાગ્યે અને બપોરે એક વાગ્યે તે જ રૂટ દ્વારા અનુક્રમે મંત્રાલય અને દાદરથી ઉપડશે. કોર્પોરેશને જણાવ્યું હતું કે આનાથી ભીડના સમયમાં મુસાફરીનો લગભગ એક કલાકનો સમય બચશે. ટિકિટના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.