તરોતાઝા

જીવનશૈલી સુધારો સુંદરતા ખીલવો

વિશેષ – નિધી ભટ્ટ

સૌદર્ય પ્રસાધનો તમને સુંદર બનાવી શકે છે એવી માન્યતા ધરાવતા હો તો તમે મોટી ભૂલ કરી રહ્યા છો. સૌંદર્ય વધારવામાં સૌંદર્ય પ્રસાધનો નજીવી ભૂમિકા ભજવે છે. તમારી સભાન જીવનશૈલી તમને અંદરથી સ્વસ્થ અને સુંદર બનાવે છે. તેથી જો તમે સુંદર દેખાવા માગતા હો અને તમારી તાજગીથી લોકોને આકર્ષિત કરવા માગતા હો, તો માત્ર સૌંદર્ય પ્રસાધન પર આધાર રાખશો નહીં. સભાન જીવનશૈલી એ સુંદરતાનો સૌથી મોટો ખજાનો છે, એ વાત ગાંઠે બાંધી લો.


સભાન જીવનશૈલીની પ્રથમ ટીપ એ છે કે તંદુરસ્ત આહાર લેવો. હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે હેલ્ધી ડાયટ લેવાથી આપણું શરીર સ્વસ્થ રહે છે અને સ્વાસ્થ્યથી સારી સુંદરતા બીજી કોઈ નથી. વાસ્તવમાં આપણા શરીરની તમામ જરૂરિયાતો સ્વસ્થ આહાર દ્વારા પૂર્ણ થાય છે. આનાથી તે તાજી અને ચમકદાર દેખાય છે. જો કે મોટાભાગની મહિલાઓને ખબર નથી હોતી કે હેલ્ધી ડાયટ શું છે? નિષ્ણાતોના મતે હેલ્ધી ડાયટનું પહેલું સૂત્ર એ છે કે તેમાં કાર્બોહાઈડે્રટ, પ્રોટીન, ચરબી, ફાઈબર, વિટામિન્સ, મિનરલ્સ અને શુદ્ધ અને સ્વચ્છ પાણીનો સમાવેશ થવો જોઈએ. આ સાથે આપણા આહારમાં ઈંડા, દહીં, નારંગી, લીંબુ, મધ, દૂધ, ગ્રીન ટી, બદામ અને અંકુરિત અનાજનો પણ સમાવેશ કરવો જોઈએ.
સ્વસ્થ આહારની જેમ સુંદર દેખાવા માટે ત્વચા સ્વસ્થ અને ચમકદાર હોય તે જરૂરી છે. જો ત્વચા સ્વસ્થ હોય તો ચહેરો ફ્રેશ લાગે છે. ત્વચાને ચમકદાર બનાવવા અને તેના તાજગીભર્યા ગ્લો માટે આપણે દરરોજ ઓછામાં ઓછું ત્રણથી ચાર લિટર પાણી પીવું જરૂરી છે. વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછા પાંચ કલાક શારીરિક રીતે સક્રિય રહેવું જોઈએ. તેનાથી શરીરની ફિટનેસ જળવાઈ રહે છે. ટાઈટ અને ગ્લોઈંગ સ્કિન સુંદર દેખાવામાં મોટી ભૂમિકા ભજવે છે. આવી ત્વચા મેળવવા માટે દરેક સ્ત્રીએ દર થોડા કલાકોમાં તેની ત્વચાને હંમેશા મોઇશ્ચરાઇઝ કરવી જોઈએ. તણાવમુક્ત હોવાનો પણ સુંદર દેખાવામાં ફાળો છે. તણાવમુક્ત રહેવું ત્યારે જ શક્ય બને છે જ્યારે આપણે દરરોજ આપણાં રોજિંદા કાર્યો પૂર્ણ કરીએ. આટલું જ નહીં આપણે જીવનમાં એક લક્ષ્ય બનાવવું જોઈએ અને આ લક્ષ્ય માટે નિષ્ઠાપૂર્વક સમર્પિત રહેવું જોઈએ. આ આપણને તણાવથી પણ મુક્ત રાખે છે.


શિયાળામાં તમારા ચહેરા પર ચમકતી ત્વચા અને તાજગી ઇચ્છતા હોવ તો દરેક મહિલાએ પોતાની ત્વચાને સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવવી જોઈએ. તેથી શિયાળામાં પણ, જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો અથવા ક્યાંય જાઓ, તમારે ઓછામાં ઓછું 30 એસપીએફનું સનસ્ક્રીન લોશન લગાવવું જોઈએ. શરીરને પોષક તેલથી પણ નિયમિતપણે ભેજયુક્ત કરવું જોઈએ જે આપણી ત્વચાને પોષક આહાર પૂરો પાડે છે. જો આપણે દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટ નિયમિત કસરત કરીએ તો શરીરમાં લોહીનો પ્રવાહ સંતુલિત રહે છે. નિયમિત વ્યાયામ કરવાથી આપણા શરીરના ધબકારા સંતુલિત રહે છે અને જીવનશૈલી સંબંધિત અનેક પ્રકારની સમસ્યાઓથી આપણે બચી જઈએ
છીએ.


દરરોજ કસરત કરવાથી રાત્રે સારી ઊંઘ આવે છે અને સારી ઊંઘ આપણા શરીરનો કાયાકલ્પ કરી નાખે છે, જેના કારણે શરીર સ્વસ્થ અને તાજગીસભર રહે છે. સભાન જીવનશૈલીમાં આપણે આપણા સૂવાના, ઊઠવાના અને ખાવાના સમયની પણ સુનિશ્ચિત કરવો પડશે. જો આપણે દરરોજ એક નિશ્ચિત સમયે ખોરાક ખાઈએ અને દરરોજ એક નિશ્ચિત સમયે જાગીએ, તો શરૂઆતમાં આ આદત બનાવવી થોડી મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ ભવિષ્યમાં આ આદત આપણને ફાયદો કરાવે છે. જ્યારે શરીરમાં આવી શિસ્ત હોય ત્યારે તે સ્વસ્થ અને તાજગી અનુભવે છે. ત્વચાને વધારાનું પોષણ આપવા માટે આપણે પખવાડિયામાં ઓછામાં ઓછું એકવાર ક્રીમ મસાજ કરવું જોઈએ. તેવી જ રીતે હળદરની પેસ્ટ પણ ઓછામાં ઓછી એક વાર લગાવવી જોઈએ. કાકડીની પેસ્ટ અને સૂતા પહેલા નહાવાની અને હળદર સાથે દૂધ પીવાની ટેવ પણ આપણને સ્વસ્થ અને સુંદર રાખે છે અને ઉત્સાહથી પણ ભરપૂર
રહે છે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button