મનોરંજન

બોલો, ‘સ્ટાઇલ’ના સાહિલ ખાને પહેલી જ વખત ફેન્સને પત્નીની ઝલક દેખાડી

મુંબઈ: જાણીતા અભિનેતા શર્મન જોશી સાથે ‘સ્ટાઇલ’ અને ‘એક્સ ક્યુઝ મી’ ફિલ્મોમાં જોડી જમાવનાર બાવડેબાજ સાહિલ ખાન તો તમને યાદ જ હશે. એ વખતે સલમાન ખાન સિવાય કસરતબાજ શરીર ધરાવનાર સાહિલ ખાન પહેલો જ એક્ટર હતો અને તેના કારણે તેની ચર્ચા પણ હતી. પણ હવે સાહિલ ખાન ચર્ચામાં છે તેની પત્નીના કારણે.

સાહિલ ખાને પહેલી જ વખત પોતાની પત્નીની તસવીર સોશિયલ મીડિયા ઉપર શેર કરી છે. 45 વર્ષના સાહિલ ખાને 21 વર્ષની યુવતી સાથે લગ્ન કર્યા છે અને પહેલી જ વખત તેની તસવીરો સોશિયલ મીડિયા ઉપર પોતાના ફેન્સ માટે મૂકી છે.

સાહિલે પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાની અને પત્નીની અનેક તસવીરો મૂકી છે જેમાં તે જુદા જુદા ડ્રેસમાં અને જુદા જુદા લોકેશન પર જોવા મળે છે. તેણે પોતાની પોસ્ટમાં આઇ લવ યુ બેબી. હેપ્પી વેલેન્ટાઇન્સ ડે, તેમ લખી તસવીરો શેર કરી હતી.

તસવીરોમાં લાલ રંગના ગાઉનમાં સાહિલની પત્ની અત્યંત ખૂબસૂરત દેખાય છે, જ્યારે સાહિલ પણ બ્લેઝરમાં ડેશિંગ દેખાય છે. છેલ્લા ઘણાં વર્ષોથી સાહિલ ફિલ્મોથી દૂર છે અને બોડી બિલ્ડીંગથી તેના ફેન્સને પ્રેરિત કરે છે. તેના ફેન્સ પણ મોટાભાગે ફિટનેસ ફ્રિક અથવા તો ફિટનેસ ઇન્ડસ્ટ્રીથી જોડાયેલા છે. સાહિલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતો હોય છે અને સારા એવા ફોલોઅર્સ ધરાવે છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button