સ્પોર્ટસ

રોહિત શર્માએ ગર્ભિત પોસ્ટ કરીને સૌને ચોંકાવ્યા, યે આજકાલ કે બચ્ચે…

મુંબઈ: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમનું દમદાર પ્રદર્શન કર્યા પછી હવે રોહિત શર્માની આગેવાની હેઠળની કેપ્ટનશિપ મુદ્દે સવાલ થવાનું બંધ છે, પરંતુ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટનશિપ મુદ્દે હજુ વિવાદ અકબંધ છે. આ વિવાદ વચ્ચે ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને ઐતિહાસિક રીતે હરાવ્યા પછી આજે ચોંકાવનારી પોસ્ટ મૂકીને નવોદિત ક્રિકેટર મુદ્દે મહત્ત્વની પોસ્ટ મૂકી હતી.

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઇન્ડિયન ક્રિકેટ ટીમના યુવાન ખેલાડીઓની તસવીર શેર કરી હતી. રોહિત શર્માએ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડની ત્રીજી ટેસ્ટ મેચની યશસ્વી જયસ્વાલ, સરફરાઝ ખાન અને ધ્રુવ જુરેલની તસ્વીર શેર કરીને એક રસપ્રદ કૅપ્શન આપ્યું હતું, જેની હવે ચર્ચા થઈ રહી છે.

રોહિત શર્માએ નવોદિત ત્રિપુટી (યશસ્વી જયસ્વાલ, સરફરાઝ ખાન અને ધ્રુવ જુરેલ)ની તસવીર ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરીમાં મૂકીને ‘યે આજકાલ કે બચ્ચે’ કૅપ્શન આપ્યું હતું. રોહિતની આ સ્ટોરી ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરિઝમાં યશસ્વી, સરફરાઝ અને ધ્રુવના જોરદાર પ્રદર્શનની પ્રશંસા કરીને આ યુવા ખેલાડીઓનું મનોબળ વધારી રહી છે એવું ચાહકોએ કહ્યું હતું.

રાજકોટમાં રમાયેલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચમાં યશસ્વી જયસ્વાલ, સરફરાઝ ખાન અને ધ્રુવ જુરેલે ભારતને 2-1ની લીડ અપાવવા માટે મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. ભારતની બીજી ઈનિંગ્સમાં જયસ્વાલે ડબલ સેન્ચ્યુરી ફટકારી હતી. આ સાથે સરફરાઝ ખાને પણ બંને ઇનિંગ્સમાં અર્ધ શતક ફટકારી ભારત માટે જીતનો રસ્તો ખુલ્લો કરી દીધો હતો અને ભારતના વિકેટકિપર ધ્રુવે પણ 47 રન અને વિકેટકીપિંગથી ઈંગ્લેન્ડના બેન ડકૈતને રન આઉટ કર્યો હતો.

આ બીજી ટેસ્ટ સરફરાઝ અને ધ્રૂવ માટે તેમની પહેલી ઇન્ટરનેશનલ ટેસ્ટ હતી, જેમાં બંનેએ જોરદાર પ્રદર્શન કરી ભારતને જીત અપાવવામાં મદદ કરી હતી. જોકે યશસ્વી જયસ્વાલ પણ માત્ર સાત ટેસ્ટ રમ્યો છે, અને તેની શાનદાર બેટિંગને લીધે ક્રિકેટમાં મોટું નામ મેળવ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button